Gujarat News: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની નવી આગાહીમાં એવી વાત કરી કે જાન્યુઆરી માસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ખાસ કરીને ઉત્તરાયણ આસપાસ હવામાનમાં મોટો પલટો આવવાની પુરી શક્યતા જોવાઈ રહી છે. પરંતુ 5 ફેબ્રુઆરીએ વેસ્ટન ડીસ્ટર્બન્સ રહેવાની સાથે દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા પડશે. ભારે વરસાદના કારણે લઘુતમ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 10 ડિગ્રી આસપાસ તાપમાન નીચું જશે એવું લાગી રહ્યું છે, તો વળી કચ્છના નલિયામાં પણ તાપમાન વધારે નીચું જશે. જો કે હવામાન વિભાગની આગાહી અંબાલાલ કરતાં કંઈક અલગ જોવામાં આવી રહી છે.
હવામાન વિભાગે પણ આ વર્ષે ઠંડીનું જોર ઓછું રહેવાની અને શિયાળો હુંફાળો રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. મહત્તમ તાપમાનની વાત કરીએ તો વધુ ફેરફારો થવાની સંભાવના નથી, લઘુત્તમ તાપમાનમાં પણ 2-3 દિવસ મોટા ફેરફારની શક્યતાઓ નથી પરંતુ આ પછી તેમાં એકાદ ડિગ્રીનો વધારો થઈ શકે છે. આગામી પાંચ દિવસ વિશે હવામાન વિભાગ કહે છે કે રાજ્યનું હવામાન મોટાભાગે સૂકું રહેવાની સંભાવનાઓ છે. વરસાદ થવાની વધુ શક્યતાઓ નથી. કેટલીક જગ્યાઓ પર વાદળો જોવા મળી શકે છે.
શિક્ષક બનવા માટે UGCએ જાહેર કરી ગાઈડલાઈન, શિક્ષકોએ બે મહત્વની પરીક્ષા કરવી પડશે પાસ, જાણો સમગ્ર વાત
સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં ઠંડીનો પારો ગગડતો હોય છે અને કડકડતી ઠંડી પડતી હોય છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી કે ગુજરાતના હવામાન અંગે આગાહીમાં ઠંડીનું જોર ઘટી શકે છે. અંબાલાલ વધારે ઠંડીનું કહી રહ્યા છે જ્યારે હવામાન વિભાગ ઠંડી ઘટશે એવું કહી રહ્યા છે.