રક્ષાબંધનના દિવસને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી, જાણો વરસાદ પડશે કે નહીં, પડશે તો ક્યાં વિસ્તારમાં??

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

India News : રાજ્યમાં આજે સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદ થઇ રહ્યો છે. જેના કારણે ગુજરાતીઓએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે (ambalal patel) ઓગસ્ટમાં રાજ્યમાં કેવો વરસાદ રહેશે તે અંગે અનેક આગાહીઓ કરી છે. આ 30મી ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર છે, તો તેમણે ઓગસ્ટના છેલ્લા દિવસોમાં ક્યાં અને કેવો વરસાદ પડશે તે અંગેની પણ આગાહી કરી છે. આ આગાહી જાણીને તમે પોતાના તહેવાર અંગેનું પ્લાનિંગ પણ કરી શકો છો. તો જાણીએ હવામાન નિષ્ણાતે કેવી આગાહી કરી છે.

 

તમને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને ખૂબ જ મહત્વની આગાહી કરતા જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનાની અંદર વરસાદ ખેંચાઈ ગયો છે, અને તેના કારણે ખેડૂતોની અંદર પણ ખૂબ જ વધારે ચિંતા થવા લાગી છે, અને 21મી તારીખ સુધીમાં રાજ્યની અંદર ઘણા બધા ભાગોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે.

 

અંબાલાલે એમ પણ જણાવ્યુ કે, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, ચણાસમા, વડનગર, હારીજ અને કડી તથા આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સાબરકાંઠાના હિમતનગર, પ્રાંતીજ, બાયડ, મોડાસાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યારે દહેગામ, ગાંધીનગર, અમદાવાદ અને વિરમગામના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.

 

આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, મધ્ય ગુજરાતના વડોદરા, બોડેલી, કરજણ સાથેના સંલગ્ન વિસ્તારોમાં વરસાદ થશે. આ ઉપરાંત મહેમદાવાદ, કપડવંજ, આણંદ, ખેડાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ વખતે વરસાદનું વહન જબરું જણાતું નથી, વરસાદી ઝાપટાંમાં પડશે. બંગાળના ઉપસાગરમાંથી જે સિસ્ટમ આવી છે તેના કારણે આ વરસાદ થઇ શકે છે. આ વખતે વધારે વરસાદ નહીં થાય કારણ કે, દક્ષિણ પશ્ચિમના પવનો સિસ્ટમને આવતા રોકે છે. આ સિસ્ટમ ઉત્તર ભારત તરફ જવાની છે. તેમ છતાં થોડા અંશે વરસાદી ઝાપટાં થશે. આ વરસાદ મઘા નક્ષત્રમાં પડતો હોવાને કારણે ખેડૂતો માટે આ વરસાદ સારો રહેશે.

 

 

રાજ્યમાં 30મી ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો (rakshabandhan) પર્વ છે. આ તારીખ અંગે તેમણે કહ્યુ કે, વરસાદ ગયો નથી પરંતુ તારીખ 30 અને 31માં બંગાળના ઉપસાગરમાં બીજુ વહન સક્રિય થવાની શક્યતા છે. જેનાથી દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, આહવાના વિસ્તારો તથા સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. ત્યારે પણ વરસાદી ઝાપટાં થશે પરંતુ આ વરસાદ કૃષિ પાકો માટે સારી જણાઇ રહી છે. આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યુ કે, આવા વરસાદથી રોગ થવાની શક્યતા છે.

 

ચંદ્ર પર કેવી હોય છે વૈજ્ઞાનિકોની લાઈફસ્ટાઈલ, ખાવાથી લઈને સૂવા સુધી બધું કઈ રીતે ગોઠવાય, જાણીને ધ્રુજી ઉઠશો

ચંદ્ર પર પહેલા કયા કયા રહસ્યોની તપાસ કરશે ચંદ્રયાન-૩ ? અહીં જાણો આખો પ્લાન, આપણું ઈસરો નાસાથી પણ આગળ નીકળશે

એક નમ્ર અપીલ: સાંભળી કે જોઈ નથી શકતાં એવા બાળકોએ તૈયાર કરી તમારાં માટે સુંદર રાખડી, બધા ખરીદવા જજો

 

 

30 ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમા તિથિના રોજ સવારથી જ ભદ્રા શરૂ થશે, જે રાત સુધી ચાલશે. ભદ્રા પૂર્ણ થયા પછી જ બહેન ભાઇને રાખડી બાંધી શકશે. જ્યારે 31 ઓગસ્ટે સવારે 07.05 વાગ્યા સુધી શ્રાવણ પૂર્ણિમા તિથિ છે, તો તમે આ સમય સુધી રાખડી બાંધી શકો છો. ભદ્રાને કારણે રક્ષાબંધન બે દિવસનો  તહેવાર થઈ ગયો છે.

 

 

 

 

 

 


Share this Article