હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ડરામણી આગાહી સામે આવી છે. મે મહિનામાં વાવાઝોડા સાથે વરસાદ ખાબકવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. 8મેએ ગુજરાતમાં આંધીની શક્યતા દર્શાવતા લોકોમાં ફફડાટ પણ જોવા મળી રહ્યો છે.
અંબાલાલનું કહેવું છે કે બંગાળની ખાડીમાં ચક્રવાત ઉભું થવાની શક્યતા સેવાઈ રહી છે. દરિયામાં ભારે પવન ફુંકાવાની શક્યતા પણ છે. તો વળી દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પણ પડી શકે છે.
માર્ચ મહિનામાં જ્યાં ઉનાળાની શરુઆત થતી હોય છે પરંતુ ચોમાસાની શરુઆત થઈ હોય તેવું વાતાવરણ રહ્યું હતું, રાજ્યમાં ઠેર-ઠેર હળવાથી ભારે અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો. તો એપ્રિલ મહિનામાં પણ કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં મે મહિનામાં પણ વાતાવરણમાં મોટા પલટાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગરમાં 10થી 18 મે વચ્ચે ચક્રવાત આવશે. તો 25 મેથી 10 જૂન વચ્ચે આરબ સાગરમાં ચક્રવાત આવશે. જેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન કચ્છમાં પણ વરસાદ પડશે. તો 8 જૂને દરીયામાં હલચલ વધશે.
અમર આત્માઓ: હનુમાનજી એક જ નહીં કળિયુગમાં આટલા લોકો હજુ પણ જીવે છે, જોઈ લો આ દિવ્ય પુરુષોની યાદી
આ બેંક વેચવાની જોરદાર તૈયારી, બરાબર એ પહેલા જ આવ્યા મોટા સારા સમાચાર, સરકાર પણ ખુશ! તમે પણ જાણી લો
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, એપ્રિલ બાદ મે મહિનામાં પણ કમોસમી વરસાદ ખાબકી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આજથી 5 મે સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. મે મહિનામાં વાવાઝોડાની પણ શક્યતાઓ છે.