હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની શિયાળાને લઈને આગાહી, રાજ્યમાં ચાલુ વર્ષે શિયાળો મોડા શરૂ થાય તેવી શક્યતા

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં થઈ રહેલ ફેરફારને લઈ જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે. તો ખેડૂતોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હાલ રાજ્યમાંથી ચોમાસુ ધીમા પગલે વિદાય લઈ રહ્યું છે. રાજ્યમાં ચાલુ વર્ષે શિયાળાને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા નવી આગાહી કરવામાં કરી છે કે, રાજ્યમાં ચાલુ વર્ષે શિયાળો મોડો શરૂ થાય તેવી સંભાવના છે. ચાલુ વર્ષે શિયાળાની સીઝન 20 દિવસ મોડી શરૂ થાય તેવી સંભાવનાં છે.

 

 

ચાલુ વર્ષે શિયાળો 20 થી 25 દિવસ મોડો આવે તેવી શક્યતાઃ પરેશ ગોસ્વામી 

આ બાબતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, દેશમાં ઘણા સમયથી ચોમાસાની પેટર્ન બદલાઈ છે. વર્ષ 2023 નું ચોમાસુ 10 દિવસ મોડું ગુજરાતમાં પ્રવેશ્યું હતું. ત્યારે હવે શિયાળાની વાત કરીએ તો ચાલુ વર્ષે શિયાળો 20 થી 25 દિવસ મોડો આવે તેવી સંભાવના છે. સામાન્ય રીતે જોવા જઈએ તો 10 ઓક્ટોમ્બર સુધી રાજ્યમાં જે પવનની દિશાઓ હોય છે, એ દક્ષિણ-પશ્ચિમની હોય છે.

 

 

10 ઓક્ટોમ્બર પછી ઉત્તર-પૂર્વનાં પવનો સેટ થતા હોય છે. ચાલુ વર્ષે પણ 10 ઓક્ટોમ્બર પછી ઉત્તર-પૂર્વનાં પવનો સેટ થવાનું શરૂ થઈ જશે. ઉત્તર ભારતની અંદર ઓક્ટોમ્બર એન્ડમાં અને નવેમ્બરની શરૂઆતમાં બરફ વર્ષાની શરૂઆત થાય છે. અને ઉત્તર-પૂર્વનાં પવન હોય જેથી 1 લી નવેમ્બરથી ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે.

 

 

Dhrol: ધ્રોલ નગરપાલિકાની નાક નીચે ગેકાયદેસર બાંધકામ થતા ફટકારાઈ નોટિસ!

BREAKING: તમિલનાડુના કુન્નુરમાં પ્રવાસીઓને લઈ જતી બસ ખાડામાં પડી, 8ના મોત, 35 ઘાયલ

ભારતે લદ્દાખમાં સૈનિકો માટે બનાવ્યો ‘અદૃશ્ય રોડ’, સૈન્ય સહાય સરળતાથી દૌલત બેગ ઓલ્ડી સુધી પહોંચી જશે

 

 

20 થી 25 દિવસ શિયાળો આ વર્ષે મોડો જોવા મળશેઃ પરેશ ગોસ્વામી

પરંતું ઉત્તર-પૂર્વનાં જે પવનો છે એ 10 ઓક્ટોમ્બર પછી સેટ થઈ જશે. પરંતું ઉત્તર ભારતમાં અલનીનોની કંડીશનને કારણે બરફ વર્ષ છે, એ 20 દિવસ મોડી શરૂઆત થાય તેવી શક્યતાઓ છે. ત્યારે 1 લી નવેમ્બરની જગ્યાએ 20 અથવા 25 નવેમ્બરથી ગુજરાતમાં ઠંડીની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે. એકંદરે જોવા જઈએ તો 20 થી 25 દિવસ શિયાળો આ વર્ષે મોડો જોવા મળશે. દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ભારે ઠંડી સારી જોવા મળે તેવું મારૂ અનુમાન છે.

 

 


Share this Article