Gujarat News: હાલમાં શિયાળો જામ્યો છે અને ઓછી વધતી ઠંડી પણ પડી રહી છે. ત્યારે એ વચ્ચે જ રોજ નવી નવી આગાહી આવતી રહે છે. હવે હવામાનમાં કંઈક નવી જૂની થવાની છે. ત્યારે પરેશ ગોસ્વામીએ નવી આગાહી કરી છે કે જે ખેડૂતો માટે ખરેખર જાણવા જેવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વાત કરી કે આજે 10 જાન્યુઆરીએ વરસાદી ઝાપટા દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર પાસે આવેલા વિસ્તારની અંદર જોવા મળી શકે છે.
આગાહીમાં આગળ વાત કરવામાં આવી છે કે આ હવામાનમાં પલટાને લીધે રાજ્યની અંદર અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. શિયાળુ પાકને પણ આ વરસાદ અસર કરી શકે છે અથવા તો પાકની અંદર ફૂગનો પેસારો થઈ શકે છે. જીરુંના પાકની અંદર સૂકારો અનેક દિવસથી કન્ટીન્યૂ છે અને આ વાદળછાયા વાતાવરણને કારણે કાળી ચરમીનો ઉપદ્રવ પણ થઇ શકે છે. જો કે મંગળવાર રાતથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વડોદરા, શિનોરસ પાવાગઢ, વલસાડ, દાહોદ, સુરત, નવસારીના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. માવઠું જે વિસ્તારમાં થયું હશે ત્યાં નુકસાન થયું.
જો કે ગુજરાતમાં મોટી ચિંતા એ પણ છે કે જે વિસ્તારમાં માવઠું થયું નથી ત્યાં પણ એકદમ ઘાટા વાદળો છવાઇ ગયા છે. જેના લીધે શિયાળુ પાકમાં નુકસાન થશે એવી ભીતી સેવાઈ રહી છે. વાદળછાયું વાતાવરણ આજે સાંજ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધારે પડતાં ઘાટા વાદળો છવાયેલા છે. 11 તારીખથી હવામાન ખુલ્લુ થશે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આગાહી પ્રમાણે વરસાદ આવશે કે કેમ?