Gujarati News: રાજ્યના હવામાનમાં વારંવાર પલટો આવી રહ્યો છે. ગુજરાતમાં ક્યારેક ગરમી તો ક્યારેક માવઠું થઇ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે આગાહી સામે આવી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી ચાર દિવસ ખેડૂતો માટે ભારે છે. ચાર દિવસમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જ્યારે દક્ષિણ ગુજરાતના ડાંગ, નર્મદામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને કારણે ફરીથી ખેડૂતોનાં માથે સંકટ તોળાઇ રહ્યું છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે એટલે 25 તારીખના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીના તમામ જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે.
અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક વિજીનલાલે હવામાન અંગેની આગાહી કરતાં જણાવ્યુ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠું થઇ શકે છે. આવતીકાલથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી અને નર્મદામાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. આગામી ચાર દિવસ માવઠાની આગાહી માવઠાને કારણે તાપમાનમાં ઘટાડો થશે. બીજી બાજુ, અમદાવાદમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે.
બે દિવસ બાદ એટલે કે, 27મી તારીખે, દાહોદ, તાપી, ડાંગ અને નર્મદા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વીજળીના કડાકા સાથે સામાન્ય વાવાઝોડું અને સપાટી પરનો પવન 40 કિમી પ્રતિ કલાકથી ઓછાં સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ સમયે સાવચેતીના પગલા માટે જણાવ્યુ કે, જોરદાર પવન વાવેતર, બાગાયત અને ઉભા પાકને નુકસાન પહોંચાડી શકે છે. જોરદાર પવન અને વરસાદને કારણે સંવેદનશીલ માળખાને આંશિક નુકસાન પહોંચી શકે છે. કચ્છના ઘરો/દીવાલો અને ઝૂંપડાઓને નજીવું નુકસાન પણ થઇ શકે છે. વાવાઝોડા દરમિયાન ઘરની અંદર રહો, બારીઓ અને દરવાજા બંધ રાખો અને મુસાફરી ટાળો. સુરક્ષિત આશ્રયસ્થાનો લો; ઝાડ નીચે આશ્રય ન લો. કોંક્રીટના ભોંય પર સૂશો નહીં અને કોંક્રિટની દીવાલો સામે ઝૂકશો નહીં.
ચોથા દિવસે એટલે કે 28મી તારીખે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ એટલે કે અમરેલી, રાજકોટ અને કચ્છ તથા દાહોદ, તાપી, ડાંગ અને નર્મદાના જિલ્લાઓમાં વીજળી સાથે સામાન્ય વાવાઝોડું અને સપાટી પરનો પવન 40 કિમી પ્રતિ કલાકથી ઓછો (ઝાપટામાં) સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
પાંચમા દિવસે વીજળી સાથે સામાન્ય વાવાઝોડું અને 40 કિમી પ્રતિ કલાકથી ઓછા સપાટીના પવન (ઝાપટામાં), વીજળી સાથે દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ અને નર્મદા; સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં એટલે કે દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ અને કચ્છ તથા પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદની સંભાવના છે.
વીજળીના કડાકા-ભડાકા સાથે આખા ભારતમાં 5 દિવસ વરસાદ અને કરા પડશે, હવામાન વિભાગની આગાહીથી ચારેકોર ફફડાટ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતીકાલે 26 તારીખના રોજ નર્મદા, ડાંગ, તાપી અને દાહોદના વિસ્તારોના અનેક વિસ્તારોમાં સામાન્ય વીજળીના કડાકા સાથે સામાન્ય વરસાદ થઇ શકે છે. આ સાથે સૌરાષ્ટ્રના તમામ વિસ્તાર, કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીના તમામ જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે.