Gujarat News: હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે અમદાવાદ સહિતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં આજે સવારે ડાંગના સાપુતારામાં વરસાદ નોંધાયો છે. આજે આગાહી પ્રમાણે ડાંગમાં વરસાદ થયો છે. અંબાલાલ પટેલે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા બુધવારે 5 દિવસ વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં વરસાદ થઈ રહ્યો છે. આ સાથે તાપમાનમાં પણ ઘટાડો થયો છે.
થંડરસ્ટ્રોમ (વીજળીના કડકા-ભડાકા સાથે વરસાદ) રહેવાની ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન કેટલીક બાબતોની સાવધાની રાખવા અંગેની ચેતવણી પણ આપવામાં આવી છે. આજે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, દાહોદ, સાબરકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, તાપી, વલસાડ અને સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર અને કચ્છમાં કડાકા-ભડાકા સાથે હળવો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
ગઈકાલે આગાહી નહોતી છતાં ગાંધીનગર અમદાવાદમાં વરસાદ પડ્યો હતો. જેમાં કેટલાક ભાગોમાં ભારે ઝાપટાં થયા હતા. અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક વિજીનલાલે જણાવ્યું છે કે, આજથી થંડરસ્ટ્રોમ વોર્નિંગ આપવામાં આવી છે. આ સાથે તાપમાનમાં પણ ઘટાડો થવાની આગાહી વ્યક્ત કરી છે. વૈજ્ઞાનિક વિજીનલાલે જણાવ્યું કે હાલ ગરમ હવા વહી રહી છે, પરંતુ ભેજવાળી હવાના કારણે ગરમી ઘટી જશે.
આજ માટે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ડાંગના સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થયો છે. આગાહી હતી તે પ્રમાણ સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા, જે પછી ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદના કારણે ઠંડક પ્રસરી ગઈ છે. એક તરફ વરસાદના કારણે વાતાવરણ આહ્લાદક બન્યું છે તો બીજી તરફ ખેડૂતો ચિંતિત છે.
તારીખ 28મી એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને ડાંગમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે 29મીએ અમદાવાદ, ગાંધીનગર સહિત કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરતમાં હળવાથી મધ્યમ કે ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
SBI બેન્કમાં જઈને આજે જ ખોલો બાળકનું આ ખાસ ખાતું, જીવનમાં ક્યારેય પૈસાની કમી જ નહીં રહે એની ગેરન્ટી
બાળકોને તમે પણ Bournvita પીવડાવતા હોય તો ચેતી જજો, નવો રિપોર્ટ જાણીને લાખો લોકોના હાજા ગગડી ગયાં
કરોડો લોકો માટે મોટા સમાચાર: 1 મેથી જૂના નિયમો બદલાશે! કોલ અને SMS અંગે લેવાયો સૌથી મોટો નિર્ણય
30મી એપ્રિલે રાજ્યના કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ સાથે ભેજવાળા પવનો રહેવાથી ગરમીનું જોર ઘટશે, આગામી દિવસોમાં 2-3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.