હવામાન વિભાગે કરી નવી આગાહી, આજે રાજ્યના આટલા જિલ્લામાં મેઘો મંડાશે, જાણો તમારા જિલ્લામાં કેવા હાલ થશે

Lok Patrika Desk
By Lok Patrika Desk
rain
Share this Article

ગુજરાતમાં સતત માવઠાને લીધે ખેડૂતોની ચિંતા વધી છે. આવામાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે પણ આગાહી કરવામાં આવી છે. તેમાં પણ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિતના ભાગોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, ગઇકાલે સાંજે સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વઢવાણ તાલુકામાં જોરદાર પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ભચાઉ તાલુકામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો, જ્યારે જામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે જોઇએ આજે અને આગામી દિવસોમાં ક્યાં-ક્યાં વરસાદ પડવાની સંભાવના છે.

rain

વરસાદની સાથે સાથે હવામાન વિભાગે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સાથે ડૉ. મોહંતીએ જણાવ્યું કે, તાપમાન સામાન્ય કે સામાન્ય કરતા નીચું નોંધાઈ શકે છે. રાજ્યમાં હાલ 40 કરતા નીચું તાપમાન નોંધાઈ રહ્યું છે. સૌથી ઊંચું 39 ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયું છે.

rain

અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ ગુજરાત માટે આગામી 5 દિવસની આગાહી કરીને જણાવ્યું હતું કે, રાજ્યના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યના બાકીના વિવિધ ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી છે. આ સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને ગાજવીજ સાથે વરસાદ થવાની પણ સંભાવનાઓ છે.

rain

29મી એપ્રિલે અમદાવાદ, ગાંધીનગર સહિત અરવલ્લી, દાહોદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, વડોદરામાં હળવાથી સામાન્ય કે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજ દિવસે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં વરસાદ થવાની આગાહી છે.

rain

આગામી પાંચ દિવસના રાજ્યના હવામાન અંગે આગાહી કરવામાં આવી છે જેમાં પાંચે દિવસ વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે 28મી એપ્રિલે પણ હળવાથી સામાન્ય કે ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસની આગાહીમાં ત્રીજા દિવસે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ડાંગ, નર્મદા અને તાપી તથા સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ અને કચ્છમાં વરસાદ થવાની સંભાવના છે.

ગરમીથી છુટકારો મળશે, 26 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, કાશ્મીરથી ઉત્તરાખંડ સુધી હિમવર્ષા, 5 રાજ્યોમાં કરા પડશે

Breaking: આ 5 જિલ્લામાં કુદરતે વિનાશ વેર્યો! વીજળી પડવાથી એક ઝાટકે 14 લોકોના મોત, જાણો ક્યાં અને કેટલા?

મધરાતે આ દેશની ધરા ધ્રૂજતા ચકચાર મચી ગઈ, 90 મિનિટમાં બે ભયંકર ભૂકંપ આવ્યા, તીવ્રતા જાણીને બીક લાગશે

30મી એપ્રિલે રાજ્યના અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, તાપી અને સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે વરસાદની આગાહી સાથે કેટલીક બાબતોની કાળજી રાખવાની પણ સલાહ આપી છે.


Share this Article
TAGGED: , ,