ગુજરાતમાં ઠંડીને લઈ હવામાન વિભાગે કરી આગાહી, આગામી ત્રણ દિવસ બાદ ફરી વધશે ઠંડી, જાણો ઉનાળાના એંધાણ ક્યારે?

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat Weather Update: રાજ્યના હવામાન વિભાગે બેવડી ઋતુને લઈ ફરી એકવાર આગાહી કરી છે. રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરતા હવામાન વિભાગે જણાવ્યું કે, 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાળો આવશે તેમજ તાપમાન ઘટતા સામાન્ય ઠંડી અનુભવાશે.

3 દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો

હવામાન વિભાગે જણાવ્યું છે કે, હાલ ઉત્તર -ઉતરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યો છે અને આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે જે ત્રણ 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે. આગામી 3 દિવસ બાદ 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. કમોસમી વરસાદને લઈ જણાવ્યું હતું કે, આવનારા પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની કોઈ જ શક્યતા નથી.

હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી

ખેડૂતોને સાવચેત કરવા અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની શક્યતા છે. આગાહી મુજબ 3થી 5 ફેબ્રુઆરી વચ્ચે ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે.

પશ્ચિમી વિક્ષેપને લઈ તારીખ 5 અને 6 ફેબ્રુઆરી સુધીમાં કચ્છ વિસ્તારમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એમ પણ કહ્યું કે, આ ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ઠેર ઠેર માવઠુ થઇ શકે છે.

ઠંડીને લઈ અંબાલાલની આગાહી

અંબાલાલ પટેલે ઠંડીને લઈ આગાહી કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ 13 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડશે.

રાજકોટમાં ભારત-ઈગ્લેન્ડ વચ્ચે રમાશે ટેસ્ટ સિરીઝ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ, જાણો સેડ્યુલ?

સુરત મહાનગરપાલિકાનો નવતર પ્રયોગ, સુરતમાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી બનાવ્યો 32.56 કિલોમીટર રોડ

SVP હોસ્પિટલની કેન્ટીનમાંથી દર્દીએ મંગાવેલા સૂપમાંથી નીકળી જીવાત, ફરિયાદ કરાતાં સંચાલકોએ આપ્યો ગોળગોળ જવાબ

ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છ ડિગ્રી સુધી પારો ગગડીને નીચે જવાની શક્યતા છે. આગામી 19થી 22 ફેબ્રુઆરી વચ્ચે વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે


Share this Article