આજની હવામાન વિભાગની આગાહીની વાત કરવામાં આવે તો હાલ ગુજરાત પર કોઈ પ્રકારની વરસાદ આપનારી સિસ્ટમ એક્ટિવ ન હોવાનું જણાવ્યું છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં ચોમાસાનો 85 ટકા અને તેના કરતા વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે. હવામાન વિભાગે અમદાવાદ તથા ગાંધીનગરમાં હળવો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી. જેમાં ગઈકાલે બપોરના સમયે ગાંધીનગર તથા અમદાવાદના કેટલાક ભાગોમાં વરસાદ નોંધાયો હતો.
આગાહી પ્રમાણે વાત કરીએ તો આજના દિવસ માટે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. જોકે, આજે સવારે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ જોવા મળ્યો હતો. આજે પણ ગુજરાતના ઘણાં ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે. હવામાન વિભાગે આજ રાજ્યના ઘણાં ભાગોમાં વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
માછીમારોની ચેતવણી અંગે વાત કરતા હવામાન વિભાગે શનિવારે જણાવ્યું હતું કે, દરિયામાં 40-45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સિવાય રાજ્યના ભાગોમાં પણ 20-30 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે.
આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છ તથા દીવમાં હળવા વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર રિજન માટે આગાહી કરીને હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ જણાવે છે કે, 24 કલાક દરમિયાન કોઈ પણ પ્રકારની ભારે વરસાદની ચેતવણી નથી. આ 24 કલાક પછી સૌરાષ્ટ્રમાં વરસાદમાં મોટો ઘટાડો થવાની પણ સંભાવનાઓ છે.