સરકારી બાબુઓ હવે પોતાના પદને લજવી રહ્યા હોય તેવા અવારનવાર કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે હવે શાજાપુરના સુદરસીની એક સરકારી પ્રાથમિક શાળામાં જ્યાં કોરોનાને કારણે બાળકો શાળાએ આવતાં નથી અને તેનો લાભ શિક્ષક ભગવાનસિંહે લીધો અને તેમના મિત્રોની સાથે મળીને શિક્ષણના મંદિરમાં કબાબ બનાવીને દારૂની મહેફિલ માણી હતી. ગામલોકોને આ વાતની જાણ થતાં તેમણે શિક્ષકનો વીડિયો બનાવ્યો હતો. ગ્રામજનોએ આ વીડિયોને સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો.
મધ્યપ્રદેશના શાજાપુરના સુંદરસીમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. જ્યાં શિક્ષણ ધામમાં એક શિક્ષક તેના મિત્રો સાથે દારૂ અને કબાબની પાર્ટી માણી રહ્યો છે. શિક્ષક જે રૂમમાં પાર્ટી કરી રહ્યો છે ત્યાં ટેબલ પર જ્ઞાનની આરાધ્ય દેવી સરસ્વતીની તસવીર છે. આવી સ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આવા શિક્ષણના મંદિરમાં બાળકો શું શિક્ષણ લેશે અને આવા ગુરુ બાળકોને કેવું શિક્ષણ આપશે?