WhatsApp Account Ban : દર મહિનાની જેમ જ વોટ્સએપે સપ્ટેમ્બરમાં પણ લાખો એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મે સપ્ટેમ્બર મહિનામાં ૭૧.૧ લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આઈટીના નિયમો અનુસાર આ ખાતાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખરેખર, વોટ્સએપ દર મહિને આઇટી નિયમો અનુસાર ભારતમાં વપરાશકર્તાઓને સુરક્ષિત રાખવા માટે ઘણા પગલા લે છે.
આ અંતર્ગત કંપની દર મહિને રિપોર્ટ પણ જાહેર કરે છે, જેમાં પ્રતિબંધિત એકાઉન્ટ અને અન્ય વિગતો આપવામાં આવે છે. કંપનીએ કહ્યું છે કે સપ્ટેમ્બરમાં 71.1 લાખ વોટ્સએપ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાંથી 25.7 લાખ યુઝરની ફરિયાદ પહેલા પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.
વપરાશકર્તા સુરક્ષા અહેવાલમાં અપાયેલી માહિતી
+91 કોડથી શરૂ કરીને ભારતીય યૂઝર્સને તેમના નંબરથી ઓળખવામાં આવે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ ખાતાઓ પર 1 સપ્ટેમ્બર 2023 થી 30 સપ્ટેમ્બર 2023 ની વચ્ચે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. યુઝર સેફ્ટી રિપોર્ટમાં યૂઝર્સની ફરિયાદ અને તેના પર લેવામાં આવેલા પગલાંની જાણકારી પણ આપવામાં આવી છે.
વોટ્સએપે આ મામલે કહ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં 10,442 યુઝર્સે રિપોર્ટ કર્યા છે. આમાં 1031 રિપોર્ટ એકાઉન્ટ સપોર્ટ સાથે જોડાયેલા છે. આ સિવાય પ્રતિબંધની અપીલ સાથે સંબંધિત 7,396 રિપોર્ટ કરવામાં આવ્યા છે, અન્ય સપોર્ટના 1,518 કેસ નોંધાયા છે, પ્રોડક્ટ સપોર્ટ સાથે જોડાયેલા 370 રિપોર્ટ અને સેફ્ટી સાથે જોડાયેલા 127 રિપોર્ટ કરવામાં આવ્યા છે.
કંપનીએ રિપોર્ટના આધારે 85 એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. યૂઝર્સને સુરક્ષિત રાખવા માટે કંપની દર મહિને આ પ્રકારના પગલાં ભરે છે. આમાં યૂઝરની ફરિયાદ પહેલા 35 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.
અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ આવું જ કરે છે.
માત્ર વોટ્સએપ જ નહીં, અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મે પણ આવા પગલાં ભરવા પડે છે. આઈટી નિયમો હેઠળ તમામ સોશિયલ મીડિયા કંપનીઓએ ફરિયાદના રિપોર્ટ જારી કરવા જરૂરી છે. વોટ્સએપ તેના પ્લેટફોર્મ પર ઘણા નવા ફીચર્સ ઉમેરી રહ્યું છે. ટૂંક સમયમાં એન્ડ્રોઇડ યુઝર્સને નવું યુઝર ઇન્ટરફેસ જોવા મળશે.
સેમી ફાઈનલ પહેલા જ ટીમ ઈન્ડિયાનું છેલ્લું ટેન્શન પણ સમાપ્ત થયું, રોહિત શર્માની ખુશીનો કોઈ પાર નથી
ભગવાન વિષ્ણુનો આઈડિયા બનાવશે અદાણી અંબાણી જેવા ધનવાન, આ 4 કામ કરો એટલે ધનનો વરસાદ થશે
…અને આજથી આ 5 રાશિઓ પર થશે અઢળક પૈસાની વર્ષા, આખો મહિનો આડેધડ નોટો જ છાપવાની
આઇઓએસની જેમ એન્ડ્રોઇડ યુઝર્સને પણ વોટ્સએપના તળિયે નેવિગેશન બાર મળશે. આ સિવાય કંપનીએ હાલમાં જ વોટ્સએપ ચેનલનું ફીચર એડ કર્યું છે. આ ફીચરની મદદથી તમે વોટ્સઅપ પર નંબર વગર અન્ય યૂઝર્સ સાથે કનેક્ટ થઇ શકશો. આ એપ ટૂંક સમયમાં જ પોતાના પ્લેટફોર્મમાં મલ્ટી એકાઉન્ટ ફીચર એડ કરવા જઇ રહી છે. આ મદદથી યૂઝર્સ એક જ એપ પર મલ્ટીપલ વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે.