Tech News: ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે જુલાઈ મહિનામાં 72 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. વોટ્સએપે સપ્ટેમ્બર મહિના માટેનો તેનો માસિક ભારત રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં કંપની દ્વારા પ્રતિબંધિત ખાતાઓ વિશે વિગતો આપવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર, મેટા-માલિકીની કંપની WhatsAppએ ભારતમાં 1 જુલાઈથી 31 જુલાઈ, 2023 વચ્ચે 72 લાખથી વધુ WhatsApp એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. વોટ્સએપે કહ્યું કે આ 7,228,000 વોટ્સએપ એકાઉન્ટ્સમાંથી 3,108,000 એકાઉન્ટને કોઈપણ અહેવાલ પહેલા સક્રિયપણે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.
વોટ્સએપે કહ્યું કે તેને જુલાઈ મહિનામાં ભારતમાં 11,067 રિપોર્ટ્સ મળ્યા અને તેમાંથી 72 પર કાર્યવાહી કરી. અમે તમને જણાવી દઈએ કે મોટા ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે જેના 5 મિલિયનથી વધુ યુઝર્સ છે તેમણે IT નિયમો 2021 મુજબ માસિક રિપોર્ટ્સ પ્રકાશિત કરવા જરૂરી છે. માસિક રિપોર્ટમાં, કંપનીએ સરકારને ડેટા આપવાનો હોય છે કે કંપનીએ અહેવાલ મુજબ કયા એકાઉન્ટ્સ પર પગલાં લીધાં છે. આ રિપોર્ટ દર મહિને તૈયાર કરવાનો રહેશે.
UPI યુઝર્સ ખાસ સાવધાન રહો! SBIએ અમલમાં મૂકી આ મોટી બાબાત, કરોડો ગ્રાહકોને થશે સીધી અસર
એક નંબરનો હલકટ સસરો, સુહાગરાતની રાત્રે જ વહુ સાથે સસરાએ કર્યો ન કરવાનો કાંડ, જાણીને તમે ગાળો જ આપશો
ગુજરાતીઓ તૈયાર થઈ જાઓ, આ તહેવારોની સિઝન પહેલા ફ્લિપકાર્ટ આપશે 1 લાખથી વધુ નોકરીઓ, આ રીતે મળશે!
WhatsApp કંપનીની નીતિઓ અને માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકે છે. કંપનીના જણાવ્યા અનુસાર, જો કોઈ વ્યક્તિ તેના એકાઉન્ટમાંથી ગેરકાયદેસર, અશ્લીલ, બદનક્ષી, ધમકી આપનારી, ડરાવવા અથવા હેરાન કરવા, નફરત ફેલાવતી અથવા ઉશ્કેરણીજનક સામગ્રી શેર કરે છે, તો તેના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.