પ્રખ્યાત સિંગર અને મ્યુઝિક કમ્પોઝર બપ્પી લાહિરી માત્ર તેમના કામ માટે જ નહીં પરંતુ ઘણું સોનું પહેરવા માટે પણ જાણીતા હતા. લોકો બપ્પી લાહિરીને પ્રેમથી બપ્પી દા કહીને બોલાવતા હતા. આ લિજેન્ડ સિંગરે 15 ફેબ્રુઆરી 2022ના રોજ 69 વર્ષની ઉંમરે બીમારી સામે લડતા અંતિમ શ્વાસ લીધા હતા. બપ્પી દાના ગયા પછી તેમના ચાહકોના મનમાં અવારનવાર પ્રશ્ન આવતો હતો કે ગાયક દ્વારા પહેરવામાં આવેલા સોનાનું શું થશે?
આ સવાલનો જવાબ તેમના લહેરીના પુત્ર બપ્પા લહેરીએ આપ્યો છે. બાપ્પા પિતાના અંતિમ સંસ્કાર માટે અમેરિકાથી ભારત આવ્યા હતા. તેઓ તેમના પિતાનું તમામ સોનું મ્યુઝિયમમાં રાખશે જેથી ગાયકના ચાહકો પણ તેને જોઈ શકે. આ સોનું તેમના પિતા માટે માત્ર એક ફેશન સ્ટેટમેન્ટ ન હતું, પરંતુ તેઓ તેને પોતાના માટે ખૂબ જ નસીબદાર માનતા હતા. તેમના પિતાને સવારે 5 વાગ્યે ફ્લાઈટ પકડવાની હોય તો પણ તેઓ પોતાનું બધુ સોનું પહેરીને જ જતા હતા.
આગળ વાત કરતા તેમના દીકરાએ કહ્યુ કે પિતા પાસે માત્ર સોનું જ નહીં પરંતુ ચંપલ, સનગ્લાસ, ઘડિયાળો વગેરેનો સંગ્રહ હતો અને તે પણ સંગ્રહાલયમાં રાખવામાં આવશે. બપ્પી દાએ પોતે એક ઈન્ટરવ્યુમાં પોતાની પાસે રહેલા સોનાની કિંમત લગભગ 40 લાખ રૂપિયા જણાવી હતી અને કહ્યું હતું કે સ્ટ્રગલિંગ ડેઝમાં તેણે સિંગર એલ્વિસ પ્રેસ્લીને આટલું સોનું પહેરેલા જોયા હતા અને ત્યારથી તેમને આટલું સોનું પહેરવાની ઈચ્છા થઈ હતી.