Politics News: પત્નીને ત્રાસ આપવાના ઘણા કિસ્સાઓ ગુજરાતમાં અને ગુજરાત રાજકારણમાં બનતા રહે છે. ત્યારે હવે વડોદરાના એક કિસ્સાએ આખા ગુજરાતમાં ચર્ચા જગાવી છે. પત્નીને હર્ષ સંઘવી તો મારા ખિસ્સા છે એવું કહીને ઘણા વર્ષોથી ત્રાસ આપી રહ્યો હોવાનો કેસ સામે આવ્યો છે. વડોદરાના માંજલપુર વિસ્તારના વોર્ડ નં-18ના BJPના પ્રમુખ પાર્થ પટેલે પત્નીને માર મારવાનો આ મામલો હવે આખા ગુજરાતમાં વિવાદિત બની ગયો છે.
છેલ્લા ઘણા લાંબા સમયથી પત્ની પોતાના માતા-પિતા સાથે રહેતી હતી અને હાલ તે પુત્ર સાથે સાસુને મળવા આવી હતી. આ જ સમયે પતિએ પત્નીને માર મારતા સમગ્ર મામલો માંજલપુર પોલીસ મથકમાં પહોંચી ગયો હતો. માંજલપુર પોલીસે શારીરિક-માનસિક ત્રાસ અંગે ફરિયાદ પણ નોંધી છે અને હવે ભાજપના પ્રમુખ પર વધુ તપાસ હાથ ધરી છે. આ ફરિયાદ કંઈક આ પ્રમાણે નોંધાવામાં આવી છે.
ફરિયાદમાં પીડિયાએ લખ્યું કે- હું ગોધરા ખાતે છેલ્લા દોઢ વર્ષથી મારા માતા-પિતા અને મારા પુત્ર સાથે રહુ છું. મારા લગ્ન પાર્થ વિરાભાઈ પટેલ (રહે-302 હરીદર્શન ફ્લેટ સાઈચોકડી માંજલપુર) સાથે સમાજના રીતિરિવાજ મુજબ થયેલ છે. પતિ સાથે મનદુઃખ અને શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાથી હું મારા પિયરમાં જતી રહી હતી. મેં મારા પતિ સામે ગોધરાની ફેમિલી કોર્ટમાં ભરણપોષણ અંગેનો કેસ કરેલ છે. મારા સાસુ સાથે સારું બનતું હોવાથી અમારે અવારનવાર ફોન ઉપર વાતચીત થાય છે. મારા સસરાનું નિધન થઈ ગયું છે. મારા સાસુએ મને ફોન ઉપર જણાવેલ કે, મારે તને અને પુત્રને મળવુ છે.
ફરિયાદમાં પીડિતાએ આગળ વાત કરી કે, મારા સાસુએ મળવાની વાત કરતા ગતરોજ હું મારા પિયર ગોધરાથી મારા પુત્રને લઇ મારી સાસુ મારા પુત્રને મળી શકે અને મારા પતિ સાથે સમાધાન થાય તે હેતુથી હું ત્યાં સાંજે આવી હતી ત્યારે સાસુ ઘરે હતા અને પતિ ન હતા. મારી સાસુ મારા પુત્ર માટે રસોડામાં દૂધ બનાવતા હતા. તે સમયે મારા પતિ બહારથી રાત્રીના સાડા દસ વાગ્યે ઘરે આવેલ અને ઘરે આવતાની સાથે મને જોઈને કહેવા લાગેલ કે, તું આ ઘરમાં કેમ આવી? તેમ કહી ઉશ્કેરાઈ જઈ રસોડામાં ગયા અને મારા સાસુને પીઠ પાછળ અને ડાબા હાથે હાથથી માર મારેલ અને મને ગાળો બોલી કહેલ કે, ‘તું અહિંયા કેમ આવી? મારા ઘરમાંથી નીકળી જા નહી તો આજે તારી લાશ પાડી દઈશ તેમ કહી મને જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી. મારા વાળ પકડી હાથ વડે મને માર મારતા હતા. પીઠ ઉપર, પેટના ભાગે, મારા ગુપ્ત ભાગે મૂંઢમાર ઈજાઓ થયેલ અને ડાબા કાન ઉપર સાઘારણ લોહી નીકળેલ હતું અને મારો સામાન પણ ત્રીજા માળેથી નીચે ફેકી દીધો હતો.’
ગુજરાતમાં ઠંડીને લઈ હવામાન વિભાગ તેમજ અંબાલાલે કરી ખતરનાક આગાહી, જાણો અને સ્વેટર બહાર કાઢી લો
બેફામ નુકસાન વચ્ચે ગૌતમ અદાણીએ બનાવ્યો 33 હજાર કરોડનો પ્લાન, માર્કેટમાં આવશે પૈસાનું વાવાઝોડું!
જ્યારે પત્ની પોલીસ મથકે પહોંચી ત્યારે વડોદરા ભાજપના વોર્ડ-17 અને 18ના કાઉન્સિલરો પાર્થ પટેલને બચાવવા પહોંચી ગયા હતા. જેમાં કાઉન્સિલર કલ્પેશ પટેલ (જય રણછોડ), જશવંતસિંહ સોલંકી પહોંચતા પીડિતાના પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપો કરાયા હતા કે, ‘આ પોલીસની ખુરશી પર બેસી તેઓ પાર્થ પટેલને બચાવવાના પ્રયાસો કરી રહ્યા છે. જો કે આ આરોપો વચ્ચે હવે પોલીસે પણ તપાસ વધારે તેજ કરી છે. જ્યારે પત્ની અને પતિ વચ્ચે બોલાચાલી થતી તો પાર્થ પટેલ એવું કહેતો કે હર્ષ સંઘવી તો મારા ખિસ્સામાં છે. હું ગમે તે કરી નાખીશ.