ગુજરાતમાં બિપરજોય પહેલા આવ્યા આટલા મોટા વાવાઝોડા, નજીકના ભવિષ્યમાં પણ આવી શકે છે મોટા વાવાઝોડા

Lok Patrika Desk
By Lok Patrika Desk
VAVAJODU
Share this Article

હવામાન વિભાગનાં અધિકારીઓ કહે છે કે છેલ્લા 5 વર્ષમાં ગુજરાતનાં કિનારે આવનારું આ ચોથું મોટું વાવાઝોડું છે. આ પહેલાં 2019માં વાવાઝોડુ વાયુનાં લીધે ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ હતી. જે બાદ 2020માં મહારાષ્ટ્રમાં આવેલા નિસર્ગ વાવાઝોડાએ ગુજરાતનાં તટ પર ભીષણ વરસાદને લીધે ભારે નુક્સાન પહોંચાડ્યું હતું. વર્ષ 2021માં તાઉતે વાવાઝોડાએ દીવ-ઉના પાસે ભૂસ્ખલન સર્જ્યું હતું જેનાથી વ્યાપક વિનાશ થયો હતો. ગુજરાતે 1998થી લઈને અત્યાર સુધી 20 વર્ષોમાં 4 મોટા ચક્રવાતનો સામનો કર્યો છે. કંડલા સાથે અથડાયેલા એક સુપર-વાવાઝોડાએ માનવજીવન અને સંપત્તિને ભારે નુક્સાન પહોંચાડ્યું છે. પરંતુ આ વાવાઝોડાનું ગુજરાતનાં તટ પર આવવા પાછળ કારણ શું ?

VAVAJODU

ગ્લોબલ વોર્મીંગે ગુજરાતને પહોંચાડી મોટી અસર

વિશેષજ્ઞો માને છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે આવતાં વાવાઝોડાએ ગુજરાતને અતિ સંવેદનશીલ બનાવ્યું છે. ભારતનાં હવામાન વિજ્ઞાન વિભાગના ગુજરાતના પ્રમુખ મનોરમા મોહંતીએ કહ્યું કે,’ગ્લોબલ વોર્મીંગ અરબ સાગર ક્ષેત્રમાં ઉષ્ણકટિબંધીય વાવાઝોડાની સંખ્યા વધારવા માટે જવાબદાર પરિબળોમાનું એક છે.

VAVAJODU

આ પણ વાંચો

‘આગામી ભવિષ્યમાં વધુ વાવઝોડા આવી શકે છે’

હવામાન વિભાગનાં અધિકારીઓએ કહ્યું કે લક્ષદ્વીપ સમુહની આસપાસ વાવાઝોડાની ઉત્પતિથી લઈને ગુજરાત સુધી ફનલ આકારની તટીય રેખા હોવાને લીધે આ વાવાઝોડાં સૌરાષ્ટ્ર અને કચ્છના કિનારા સાથે અથડાય છે. એક અધિકારીએ કહ્યું કે,’ ભવિષ્યમાં હિન્દ મહાસાગર ક્ષેત્રનાં સમુદ્રની સપાટીનાં તાપમાનમાં વૃદ્ધિ થવાને કારણે રાજ્યમાં વધુ સંખ્યામાં ચક્રવાત આવી શકે છે.’


Share this Article