વિશ્વ હજુ કોરોનામાંથી બહાર આવ્યું નથી કે મહામારી ફરી એકવાર લોકોને પોતાની ઝપેટમાં લઈ રહી છે. ભારતમાં પણ ચેપ ફેલાવા લાગ્યો છે. આ દરમિયાન ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે આપણને અગાઉની મહામારીની યાદ અપાવે છે. આમાં તમે જોઈ શકો છો કે કોરોનાને કારણે એક મહિલાએ તેની સુંઘવાની શક્તિ ગુમાવી દીધી હતી. 2 વર્ષ પછી જ્યારે સૂંઘવાની ક્ષમતા પાછી આવી ત્યારે મહિલાની આંખમાંથી આંસુ આવી ગયા. કોફીની સુગંધ આવતા જ તે રડી પડી.
કોવિડથી સંક્રમિત લોકોએ તેમની ગંધ અને સ્વાદની ભાવના ગુમાવી દીધી હતી, પરંતુ મોટાભાગના લોકો થોડા અઠવાડિયામાં સ્વસ્થ થઈ ગયા હતા. જો કે, એવા ઘણા લોકો હતા જેઓ મહિનાઓ કે વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. આવું જ અમેરિકાની જેનિફર સાથે થયું. તે 2 વર્ષથી કોરોના સંક્રમણનો સામનો કરી રહી હતી. વાયરસથી સંક્રમિત થયા પછી, તેણે ગંધ અને સ્વાદની ક્ષમતા ગુમાવી દીધી હતી. પરંતુ તાજેતરમાં, તેની ગંધની ભાવના પાછી આવી. ક્લેવલેન્ડ ક્લિનિકે તેનો અનુભવ Instagram પર શેર કર્યો.
વીડિયો પોસ્ટ કરતાં ક્લિનિકે કેપ્શન લખ્યું- 2 વર્ષથી જેનિફર સૂંઘવાની ક્ષમતા ગુમાવી ચૂકી હતી. ખોરાકનો સ્વાદ કચરા જેવો હતો. તેણી લાંબા સમયથી કોવિડથી પ્રભાવિત હતી. તેને એક ખાસ પ્રકારનું ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું, જેના પછી તેણે થોડા સમય પછી ફરીથી ગંધ અને સ્વાદનો અનુભવ કર્યો. વીડિયોમાં જેનિફર હોસ્પિટલના બેડ પર સૂતી દેખાઈ રહી છે. તમે જોઈ શકો છો કે તે કોફીના મગને તેના નાક પાસે લઈ સુંઘે છે અને ધ્રૂસકે ધ્રુસકે રડવા લાગે છે. તે ધ્રૂજતા અવાજે કહે છે કે મારી સુગંધ પાછી આવી ગઈ છે. હું તેને સૂંઘી શકું છું. 54 વર્ષીય જેનિફર હેન્ડરસન અમેરિકાના ઓહાયો રાજ્યની રહેવાસી છે. તેણીને જાન્યુઆરી 2021 માં કોરોનાવાયરસથી ચેપ લાગ્યો હતો અને ત્યારથી તે પેરોસ્મિયા અને ડિઝ્યુસિયાની પરિસ્થિતિઓથી પીડાઈ રહી છે, જેમાં ગંધ અને સ્વાદની સંવેદનાઓ વિકૃત અથવા સંપૂર્ણપણે ખોવાઈ ગઈ છે.
બાપો બાપો: 35000% થી વધુ વળતર, આ શેરમાં 18,000નું રોકાણ કરનાર બની ગયા કરોડપતિ, રૂપિયાનો વરસાદ થયો
પાંચ દિવસ પહેલા આ વીડિયો શેર કરવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં 1.27 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને હજુ પણ સંખ્યા વધી રહી છે. તમામ યુઝર્સે તેના પર કોમેન્ટ કરી અને પોતાના અનુભવો શેર કર્યા. એકે લખ્યું, હું જાણું છું કે તે કેવું લાગે છે. તે ખૂબ જ એકલું અને મુશ્કેલ છે જે મોટાભાગના લોકો સમજી શકતા નથી. મારો સ્વાદ પાછો મેળવવામાં મને 1.5 વર્ષ લાગ્યાં. બીજાએ લખ્યું, મારી ગંધ + સ્વાદ ખોવાઈ ગયો. મને આશ્ચર્ય થયું કે આ કેવી રીતે હોઈ શકે. મને ખાવાનું મન ન થયું. ત્રીજાએ લખ્યું, આ ઇન્દ્રિયોને ક્યારેય ઓછો આંકશો નહીં, તે આપણા માનસિક સ્વાસ્થ્ય માટે અતિ મહત્વની છે.