Gujarat News : નવરાત્રી દરમિયાન બોટાદના (botad) ખાડામાં ગેરકાયદેસર રીતે જુગાર રમતાં લોકો ઝડપાયા છે. મંગળવારે પોલીસને બાતમી મળી હતી કે, જુગાર રમાઈ રહ્યો છે, ત્યાર બાદ પોલીસની ટીમે ગઢા રોડ પર આવેલા રાધે કૃષ્ણ એપાર્ટમેન્ટમાં (Radhe Krishna Apartment) દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈને બધા સંતાવા લાગ્યા, કેટલાક ભાગવા લાગ્યા, પરંતુ પોલીસે રસ્તો રોકી દીધો, જેથી તેઓ ભાગી ન શક્યા અને પોલીસના હાથે ઝડપાઈ ગયા.
પોલીસને દરોડામાં શું મળ્યું?
પોલીસે 3 હાઇપ્રોફાઇલ ગૃહિણીઓ સહિત કુલ 8 જુગારીઓની ધરપકડ કરી છે. પોલીસે 30 હજાર રૂપિયા રોકડા, સાત મોબાઈલ ફોન, એક કાર અને બે બાઈક મળી કુલ રૂ. ૧૦.૧૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સાથે જ તમામ જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તપાસમાં કેટલાક નવા ખુલાસા થઈ શકે છે. પોલીસને એવી પણ આશંકા છે કે અહીં ઘણા સમયથી જુગારધામ ચાલી રહ્યું છે.
નવરાત્રિમાં કાળા તલનો આ ચોક્કસ ઉપાય ભૂલ્યા વગર કરી નાખો, ગ્રહ દોષ દૂર થશે, ચારેય દિશામાં પ્રગતિ થશે
કેદારનાથથી જમ્મુ-કાશ્મીર સુધી હિમવર્ષા, ખૂબ જ સુંદર નજારો દિલ ખુશ કરશે, જુઓ તસવીરો
જુગાર રમતા ઝડપાયેલી 3 મહિલાઓ કોણ છે?
રાધે કૃષ્ણ એપાર્ટમેન્ટમાં જુગાર રમતા ઝડપાયેલી ત્રણ મહિલાઓ હાઈપ્રોફાઈલ ઘરોની છે. પોલીસે રેડ પાડી તો તે 5 લોકો સાથે આરામથી પત્તા રમી રહી હતી. તે પોલીસને જોઈને ડરી ગઈ હતી પરંતુ આખરે તે પકડાઈ ગઈ હતી. પોલીસે હવે આ તમામને લોકઅપમાં બંધ કરી દીધા છે.