Cricket News: વર્લ્ડ કપ 2023ની ભારત પાકિસ્તાન સહિતની અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ પાંચ જેટલી મેચો રમાવવાની છે. ત્યારે તમામ મેચો માટેની ઓનલાઇન ટિકિટ બુક માય શો ઉપરથી ખરીદવાની હોય છે. પરંતુ આ વખતે એવો નિયમ બહાર પાડ્યો છે કે ઓનલાઇન બુકિંગ કર્યા બાદ ફિઝિકલ ટિકિટ મેળવવાની રહે છે. જેના માટે bookmyshow દ્વારા આજથી ફિઝિકલ ટિકિટ આપવાની શરૂઆત કરવામાં આવી છે. કુલ સાત જેટલા કાઉન્ટર રાખવામાં આવ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન મેચ જોવા માટો લોકો ક્યારના રાહ જોઈ રહ્યા છે.
ટિકિટ ક્યાંથી મેળવવાની એને લઈને હાલમાં જ મોટા સમાચાર સામે આવ્યા છે કે શહેરના ગાંધીનગર હાઇવે પર 4D સ્ક્વેર મોલમાં જલસા બેન્કવેટ અને નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ એમ બે જગ્યાએથી ફિઝિકલ ટિકિટ લેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
જે પણ વ્યક્તિએ ઓનલાઇન ટિકિટ બુક કરાવી હોય તેઓએ પોતાની ઓનલાઇન ટિકિટનો બુકિંગ આઈડી નંબર સાથે લઈને આવવાનો રહેશે. ફિઝિકલ ટિકિટ સેન્ટર ઉપર જ્યારે લોકો આવશે ત્યારે તેનો આ બુકિંગ ઇન્ફોર્મેશન નંબર વેરિફિકેશન કરવામાં આવશે. સાથે જ તેનો મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી સહિતની બાબતોને વેરિફિકેશન કર્યા બાદ ફિઝિકલ ટિકિટને પ્રિન્ટ કરીને આપવામાં આવશે. સ્ટેડિયમમાં મેચના દિવસે પ્રવેશ માટે ફિઝિકલ ટિકિટ જ માન્ય રહેશે.
આ અંગે વાત કરતાં ટિકિટ સુપરવાઇઝર હર્ષિત બ્રહ્માણીએ વાત કરી હતી કે આ વખતે ઓનલાઇન બુક માય શો ઉપરથી ટિકિટ બુકિંગ કરાવ્યા બાદ ફિઝિકલ ટિકિટ લેવી ફરજિયાત છે બાકી તમને એન્ટ્રી નહીં મળે. જેના માટે ચાંદખેડા જલસા બેન્કવેટ પર ટિકિટ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ સાત જેટલા ટિકિટ કાઉન્ટર છે. જેના ઉપર બુકિંગ આઇડી નંબર આપવામાં આવ્યો છે. તેને સ્કેન કરવામાં આવશે. ત્યારબાદ વેરિફિકેશન કરી અને ફિઝિકલ ટિકિટ પ્રિન્ટ કરી અને આપવામાં આવશે. સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી લોકોને ટિકિટ આપવામાં આવશે.