આજે ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈની નાયરા એટલે કે શિવાંગી જોશીનો જન્મદિવસ છે. શિવાંગીએ પોતાની મહેનતના બળ પર આજે આટલી ફેમસ થઈ છે. આજે તેની ગણતરી ટીવીની સૌથી મોંઘી અભિનેત્રીઓમાં થાય છે. શિવાંગી જોશી ’50 સૌથી સેક્સી એશિયન વુમન ઇન ધ વર્લ્ડ 2018’ની યાદીમાં 5માં નંબરે હતી. આ રેન્કિંગ યુકેના એક અખબારે જાહેર કર્યું છે.
અભિનયની સાથે તેણી એક પ્રશિક્ષિત કથક નૃત્યાંગના છે અને તેણીના શાળાના દિવસોમાં ઘણી નૃત્ય સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. શિવાંગી જોશીએ 20 વર્ષની ઉંમર સુધી ઘણા એવોર્ડ જીત્યા હતા. દેહરાદૂનની રહેવાસી શિવાંગી જોશીએ 2013માં ટીવી શો ‘ખેલતી હૈ જિંદગી આંખ મિચોલી’થી ડેબ્યૂ કર્યું હતું.
શિવાંગીને ટીવી સીરિયલ ‘બેઈંતેહા’માં ભજવેલ ‘આયત’ના રોલથી ઓળખ મળી હતી. આ પછી તે ‘બેઈન્તેહા’માં આયર હૈદરના રોલમાં જોવા મળી હતી અને ‘બેગુસરાઈ’માં પણ જોવા મળી હતી.
તેણે આ સિરિયલમાં પૂનમ ઠાકુરની ભૂમિકા ભજવી હતી. આ પછી વર્ષ 2016થી તે લાંબા સમય સુધી ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં નાયરાના પાત્રમાં જોવા મળી. સીરીયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં શિવાંગી અને મોહસીન ખાનની ઓનસ્ક્રીન જોડીની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
શિવાંગીને સીરીયલ યે રિશ્તા ક્યા કહેલાતા માટે બેસ્ટ ડેબ્યુ ફીમેલ, બેસ્ટ ઓનસ્ક્રીન જોડી, બેસ્ટ એક્ટર ફીમેલ, બેસ્ટ પોપ્યુલર એક્ટ્રેસ ફીમેલ જેવા એવોર્ડ મળ્યા હતા.
એટલું જ નહીં, આ રોલ માટે તેને શ્રેષ્ઠ અભિનેત્રીનો ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ 2019’ પણ મળ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શિવાંગી જોશીએ નાયરાના રોલ માટે મોટી ફી લીધી હતી.
કહેવાય છે કે શિવાંગી જોશી આ શો માટે 40 હજાર રૂપિયા પ્રતિ એપિસોડ લેતી હતી. તે મહિનામાં 24-25 દિવસ કામ કરે છે અને તે મુજબ તે મહિનામાં 9.5 થી 10 લાખ રૂપિયા કમાય છે. રિપોર્ટ્સ અનુસાર શિવાંગીની કુલ સંપત્તિ 25 કરોડની આસપાસ છે.