સામાન્ય માણસનું જીવન એ વિચારમાં જ પસાર થાય છે કે તે સામાન્ય માણસમાંથી ખાસ કેવી રીતે અને ક્યારે બનશે. આજના સમયમાં દરેક વ્યક્તિ રોકાણ કરીને પોતાના ભવિષ્યનું ધ્યાન રાખી શકે છે. રોકાણ કરવા માટે મોટી રકમની પણ જરૂર નથી. પરંતુ તેમ છતાં ઈન્વેસ્ટ શબ્દ સાંભળીને લોકો ડરી જાય છે. નિષ્ણાતો કહે છે કે રોકાણ શરૂ કરવા માટે પૈસા કરતાં વધુ આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. તમે નાની રકમનું રોકાણ કરીને પણ મોટું ફંડ ઊભું કરી શકો છો.
હા પણ રોકાણ કરતા પહેલા ધીરજ શીખવી ખૂબ જ જરૂરી છે. લાંબાગાળાનું રોકાણ હંમેશા લાભ આપે છે. આવી સ્થિતિમાં તમારા દ્વારા કરવામાં આવેલ નાની રકમનું લાંબા ગાળાનું રોકાણ તમારા સારા ભવિષ્યનો પાયો નાખી શકે છે. જો તમે દરરોજ ફક્ત 20 રૂપિયાનું રોકાણ કરો છો તો આ 20 રૂપિયા પણ તમને લાંબા સમય પછી કરોડપતિ બનાવી શકે છે. તમે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)માં દર મહિને ઓછામાં ઓછા રૂ. 500 જમા કરીને પણ સારું વળતર મેળવી શકો છો.
આમા કાર્યકાળ જેટલો લાંબો છે, તેટલું સારું વળતર તમને મળશે. કેટલાક ફંડમાં તમે 20 ટકા સુધીનું વળતર મેળવી શકો છો. જો તમે પણ વિચારી રહ્યા હોવ કે તમે 20 રૂપિયા જમા કરીને 1 કરોડ રૂપિયા કેવી રીતે બનાવી શકો છો, તો જવાબ છે કે જો 20 વર્ષનો યુવક દરરોજ 20 રૂપિયા બચાવે તો આ રકમ એક મહિનાના 600 રૂપિયા થઈ જાય છે.
આ રકમ દર મહિને SIPમાં રોકાણ કરવી જોઈએ. જો 20 રૂપિયા 40 વર્ષ એટલે કે લગભગ 480 મહિના સુધી સતત જમા કરવામાં આવે તો લગભગ 10 કરોડ રૂપિયા એકઠા થઈ શકે છે. જોકે આ કામ થોડું જોખમી પણ છે. પરંતુ અહીં પણ જો તમે ધૈર્યથી કામ કરશો તો તમે તમારા લક્ષ્યને ચોક્કસપણે પૂર્ણ કરી શકશો.