રાજકોટના ઉપલેટામાં યુવકની હત્યા, અજાણ્યા શખ્સે આશિષ ભાદરકા પર ઝીંક્યા છરીના ઘા

Lok Patrika Desk
By Lok Patrika Desk
murder
Share this Article

રાજકોટના ઉપલેટામાં યુવકની કમકમાટી ભરી હત્યા થઈ છે. શહેરના શહીદ અર્જુન રોડ પર આવેલા બોડી ફિટનેસ જીમ પાસે અજાણ્યા શખ્સે આશિષ ભાદરકા પર છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે.

યુવકનું ઘટના સ્થળે જ મોત

શહીદ અર્જુન રોડ પર ફિટનેસ જીમ પાસે આશિષ ભાદરકા નામના યુવક પર અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં આશિષ ભાદરકા પર હુમલાખોરે છરીના ઘા ઝીંકતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જે સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

murder

દિલ્હી-NCR પૂરમાં ફસાયેલી BMW કાર કરતાં પણ મોંઘો આખલો! NDRFએ બચાવ્યો, જુઓ વીડિયો

ઓસ્ટ્રેલિયામાં દરિયા કિનારે મળ્યા રહસ્યમય જીવના અવશેષ, લોકોએ તેને જોઈને કહ્યું- મરમેઇડ્સ છે!

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સિઝનના 19 દિવસમાં 49 ટકાથી વધુ વરસાદ

મૃતદેહને પીએમ માટે ખસેડાયો

સમગ્ર બનાવના પગલે યુવકના મૃતદેહને ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. તેમજ પોલીસે હોસ્પિટલ ખાતે જઈ અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. તેમજ હુમલાખોરને શોધવા માટે ચક્રોગતિમાન કર્યા હતા. ખુલ્લેઆમ હત્યાના બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે તેમજ પરિવારમાં શોક છવાયો છે.


Share this Article
TAGGED: , , ,