Travel News: ટ્રેનમાં લોકોની મુસાફરી સલામત રહે તે માટે રેલવેએ ઘણા નિયમો બનાવ્યા છે. જો આ નિયમો નજરઅંદાજ કર્યા તો દંડ થવાની પણ શક્યતા છે. એવા જ કેટલાક નિયમ વિશે આજે તમને જણાવીશું. જે નિયમો અંગે ધ્યાન રાખજો.
બીજાની સીટ પર ન બેસતા
ઘણા લોકો પરિવાર અથવા તો મિત્રોની સાથે પોતાની સીટ છોડીને બીજા ડબ્બામાં મુસાફરી કરે છે. આ મામલામાં તે વ્યક્તિ પર રેલવે અધિનિયમ હેઠળ કાર્યવાહી થઇ શકે છે અને લાંબી મુસાફરીના ભાડાની સાથે 250 રૂપિયાનો દંડ પણ વસૂલી શકે છે.
પરમિશન જરૂરી છે
રેલવે તરફથી રજિસ્ટર્ડ કાઉન્ટર અથવા તો ઑથોરાઇઝ્ડ એજન્ટ જ ટિકિટ વેચી શકે છે. આ સિવાય વિના પરમિશને જો કોઇ ટિકિટ વેચે છે તો તેના વિરુદ્ધ રેલવે એક્ટની કલમ 143 મુજબ 10 હજારનો દંડ અને 3 વર્ષની જેલ થઇ શકે છે.
તમારી ટિકિટ કન્ફર્મ છે’ને?
સૌથી મહત્વની વાત એ જાણી લો કે, રેલવે વેઇટિંગ ટિકિટ ઉપર મુસાફરીની અનુમતિ નથી આપતું. તમે કન્ફર્મ ટિકિટ ઉપર જ મુસાફરી કરી શકો છો. સાથે જ ટ્રેન કેન્સલ થઇ છે તો બીજી ટ્રેનમાં પણ મુસાફરી નથી કરી શકતા.
સૌથી છેલ્લે એ વાત પણ જાણી લો કે, કોઇ ટીટીઇ તમારી પાસેથી પૈસાની સાથે-સાથે પૂરું ભાડું વસૂલી શકે છે. આ દંડ 250 રૂપિયાનો હોઇ શકે છે. ઉપરાંત ટીટીઇ આગળના સ્ટેશન પર તમને ઉતારી પણ શકે છે.