આ 6 દેશોના છે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ, પાકિસ્તાનની હાલત સોમાલિયા કરતા પણ ખરાબ, જાણો ભારત કયા સ્થાને છે?

Desk Editor
By Desk Editor
Share this Article

Powerful Passports: વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ ધરાવતા દેશોની નવી યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં ભારત 80માં સ્થાને છે. પ્રથમ સ્થાને કુલ 6 દેશો છે. આ તમામ 6 દેશોના નાગરિકો 194 સ્થળોએ વિઝા વિના જઈ શકે છે. આ વખતે પાકિસ્તાન ટોપ-100ની યાદીમાં પણ નથી.

હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સની 2024ની રેન્કિંગ અનુસાર ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, સિંગાપુર અને સ્પેન પ્રથમ સ્થાને છે. ફિનલેન્ડ, દક્ષિણ કોરિયા અને સ્વીડન બીજા સ્થાને છે. જ્યારે ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, આયર્લેન્ડ અને નેધરલેન્ડ ત્રીજા સ્થાને છે. તમને જણાવી દઈએ કે બીજા ક્રમે આવનાર ત્રણ દેશોના નાગરિકો કુલ 193 જગ્યાઓ પર વિઝા ફ્રી એન્ટ્રી મેળવી શકે છે.

શક્તિશાળી પાસપોર્ટ ધરાવતા દેશોની યાદીમાં ભારતને 80મું સ્થાન મળ્યું છે. ભારતના લોકો વિઝા વિના 62 દેશોમાં જઈ શકે છે. ગયા વર્ષે ભારત 83માં સ્થાને હતું. આ વખતે ભારતની સાથે ઉઝબેકિસ્તાન પણ 80માં નંબર પર છે. જ્યારે ચીન અને પાપુઆ ન્યુ ગિનીને આ યાદીમાં 62મું સ્થાન મળ્યું છે. 104 દેશોની યાદીમાં અફઘાનિસ્તાન છેલ્લા સ્થાને છે.

બેલ્જિયમ, લક્ઝમબર્ગ, નોર્વે, પોર્ટુગલ અને બ્રિટન ચોથા સ્થાને છે. ગ્રીસ, માલ્ટા અને સ્વિટ્ઝર્લેન્ડ પાંચમા સ્થાને છે. સૌથી નબળા પાસપોર્ટવાળા દેશની વાત કરીએ તો પાકિસ્તાન ચોથા નંબર પર છે. યમન પાકિસ્તાન કરતાં આગળ છે, જ્યાં હુથીઓનો પ્રભાવ છે.

Big Breaking: દિલ્હી-NCRમાં જોરદાર ભૂકંપ, પાકિસ્તાન, કાશ્મીર-પંજાબમાં પણ આંચકા અનુભવાયા, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં

“સુરતીઓ દિલથી ધ્યાન રાખે છે સુરતનું” સ્વચ્છતા અંગે કરવામાં આવેલા વાર્ષિક સર્વેમાં સુરતે મારી બાજી, રાષ્ટ્રપતિએ હસ્તે મળ્યો ઍવોર્ડ

Big Breaking: સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી થશે શરૂ, પીએમ કિસાન સન્માન નિધિને બમણી કરવાનો રખાશે પ્રસ્તાવ, જાણો વિગત

સૌથી નબળા પાસપોર્ટમાં પાકિસ્તાનની સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પાસપોર્ટની હાલત યુદ્ધગ્રસ્ત યમન અને સોમાલિયા કરતા પણ ખરાબ છે. આ સિવાય નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકાના નામ પણ નબળા પાસપોર્ટ દેશોની યાદીમાં છે.


Share this Article