Gujarat News : રાજ્યમાં તેમજ રાજકોટમાં (rajkot) હાર્ટ એટેકના (heart attack) કેસોમાં ચોંકાવનારો વધારો થયો છે. રાજકોટમાં વધુ બે લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. મૃતકોની ઓળખ રાશિદ ખાન (34) અને રાજેશ ભૂત (45) તરીકે થઈ છે. બંનેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રશીદ ખાનને રાત્રે સુવડાવ્યા બાદ બેભાન હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યારે ખોરાણા ગામની વાડીમાં રાજેશ ભૂત નામના શખ્સને બેભાન અવસ્થામાં પડી જતાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
રવિવારે હાર્ટ એટેકથી ત્રણ લોકોના મોત
રવિવારે રાજ્યમાં હાર્ટ એટેકથી ત્રણ લોકોના મોત થયા હતા. દાહોદમાં એક નાટક કરવા આવેલા જાણીતા અભિનેતાનું હાર્ટએટેકથી મોત થયું હતું. બોમ્બેમાં રહેતા 39 વર્ષીય ભાસ્કર એલ ગોજાક દાહોદમાં અઢી ખીચડી કઢી નાટક કરવા માટે આવ્યા હતા. નાટક પૂરું થયા બાદ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમણે ઘણા નાટકો અને સિરિયલોમાં કામ કર્યું હતું. આ નાટકમાં સંજય ગોરડિયા સહિત અન્ય 7 જેટલા પાત્રો હતા. કલાકારના પાર્થિવ દેહને મુંબઈ લઈ જવામાં આવ્યો છે. કલાકારના અવસાન બાદ સાથી કલાકારોમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે.
જેતપુરમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. વેલકમ ચાઇનીઝમાં કામ કરતા એક યુવક પર ઘરે જ હુમલો થયો હતો. મૂળ નેપાળના વતની અને નેપાળગંજ, જેતપુરમાં રહેતા કેસર દિલ બહાદુર ખત્રી (ઉ.વ.39) છેલ્લા ઘણા સમયથી જેતપુર વેલકમ ચાઈનીઝ નામની દુકાનમાં કામ કરતા હતા. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે જેતપુર સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જેતપુર સીટી પોલીસે હોસ્પિટલે પહોંચી તપાસ હાથ ધરી હતી.
રુદ્રાક્ષ ધારણ કરવાથી માણસને થાય છે વિશ્નાસ ન હોય એવા અદ્ભુત ફાયદા, જાણો ધારણ કરવાની રીત
અંબાલાલ પટેલે કરી એકસાથે 3 વાવાઝોડાની આગાહી, ગુજરાતીઓના સારા સારા પ્રસંગની મજા સોંસરવી નીકળી જશે!
Breaking: પાકિસ્તાનમાં 48 કલાકમાં મોટો ભૂકંપ આવશે! તુર્કી જેવો વિનાશ થશે? સમગ્ર દેશમાં ચિંતાનો માહોલ
સુરતના કીમ વિસ્તારમાં 36 વર્ષીય રજનીકાંતનું હાર્ટ એટેકથી મોત થયું હતું. અંકલેશ્વરની મિલમાં મશીન ફીટ કરતી વખતે રજનીકાંત પટેલ અચાનક બેભાન થઈ ગયા હતા. તેને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે તેનો જીવ બચાવી શકાયો ન હતો અને ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવક સુરતના કીમ વિસ્તારમાં શિવાજી નગરમાં રહેતો હતો. મોતના સમાચાર સાંભળીને પરિવાર આઘાત અને શોકમાં ગરકાવ થઈ ગયો છે.