પાલનપુર ઃ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામ નજીક બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતગ્રસ્ત ટ્રકમાં ફસાયેલ ડ્રાઇવરનો જીવ બચાવવા ૩ કલાક રેસ્કયુ કરાયુ હતું. ફસાયેલા ટ્રક ચાલકનો જીવ બચાવવા માટે લોકોએ અને 108ની ટીમે 3 કલાક જેટલી મહેનત કરી પરંતુ ટ્રક ચાલકનો જીવ બચાવવામાં સફળતા ન મળતા સોકોઈ નિરાશ થઈ ગયા હતા.
અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામ નજીક ફોરલેન હાઇવે પર આજે સવારે આગળ જતાં ટ્રક ચાલક પાછળ અન્ય ટ્રક ધડાકાભેર ઘુસી ગયુ હતું.જેમાં એક ટ્રક ચાલક ફસાઈ જતા તેઓને બહાર નીકળવા માટે સ્થાનિક લોકો સહિત પોલીસ,એલ એન્ડ ટી,અને 108ની ટીમ મદદે આવી હતી.
જોકે ફસાયેલા ટ્રક ચાલકનો જીવ બચાવવા અંદાજે 3 કલાક સુધી રેસ્ક્યુ કરાયું હતું તેમજ સ્થળ પર 108 ટિમ માં ઇએમટી ભાવિનભાઈ,પાઇલોટ અરવિંદભાઈ દ્વારા સારવાર શરૂ કરાઇ હતી પરંતુ જીવ બચાવવામાં સફળતા ન મળતા તેઓ દુઃખ વ્યક્ત કર્યું હતું.