આસામમાં વહેલી સવારે બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, 13 લોકોના મૃત્યુ, 30થી વધુ ઘાયલોની સારવાર ચાલુ

Desk Editor
By Desk Editor
Share this Article

Assam Accident: આસામના ગોલાઘાટ જિલ્લામાં બુધવારે સવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. પેસેન્જર બસ અને ટ્રક વચ્ચેની ભયાનક અથડામણમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે. ડેરગાંવના બાલીજાન વિસ્તારમાં પિકનિકર્સથી ભરેલી મિની બસ એક ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હતા. મૃત્યુ પામેલાઓમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. મળતી માહિતી મુજબ, આ અકસ્માત NH 37 પર સવારે લગભગ 5 વાગ્યે થયો હતો, જ્યારે બસ એક ટ્રક સાથે અથડાઈ હતી.

વાસ્તવમાં, ગોલાઘાટના પોલીસ અધિક્ષક રાજેન સિંહે જણાવ્યું હતું કે આ દુર્ઘટના આજે સવારે ડેરગાંવ નજીક બાલીજાનમાં થઈ હતી, જ્યારે 45 લોકોને લઈ જતી બસ એક માલસામાન વાહન સાથે અથડાઈ હતી. આ ઘટના ગોલાઘાટ જિલ્લાના ડેરગાંવ પાસે નેશનલ હાઈવે 37 પર બાલીજાન ગામ નજીક બની છે.

આખા દેશમાં શિયાળો બરાબરનો જામ્યો, કાશ્મીરથી લઈને યુપી સુધી શાળાઓ બંધ, ટ્રેનો રદ અને ફ્લાઈટ પણ ડખે ચડી

રામ લલ્લાના અભિષેક પહેલા જ સૌથી મોટો નિર્ણય, હવે સુરક્ષામાંથી CRPFને હટાવી દેવાશે, આ લોકો રાખશે સંભાળ

ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં તોતિંગ વધારો, આટલા પૈસા મોંઘુ થયું, હડતાળ કે પછી કોઈ બીજું કારણ??

અકસ્માત સમયે બસ અપર આસામ તરફ જઈ રહી હતી. તેમણે કહ્યું કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે અને ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. સિંહે એમ પણ કહ્યું હતું કે તપાસ ચાલુ છે અને વધુ વિગતો પછીથી બહાર આવશે. જોરહાટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના એક વરિષ્ઠ ડૉક્ટરે પત્રકારોને જણાવ્યું હતું કે 30 ઘાયલ લોકોની આરોગ્ય સુવિધામાં સારવાર કરવામાં આવી રહી છે.


Share this Article
TAGGED: , ,