ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે 2 તબક્કામાં મતદાન યોજાયું હતું. આ વખતે 2022માં ભાજપને લગભગ 156 સીટો પર જીત મળી છે, તો કોંગ્રેસને 17, આપને 5, સપાને 1 અને અપક્ષને 3 બેઠકો મળી છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતની સ્થાપનાથી લઈ અત્યાર સુધીની તમામ ચૂંટણીઓમાં કોઈ એક પક્ષને મળેલી બેઠકોમાં આ સૌથી વધારે છે. ત્યારે ભાજપની પ્રચંડ જીતની ન માત્ર ગુજરાત પણ આખા દેશમાં અને વિદેશમાં પણ ચર્ચા કરવામાં આવી હતી. લોક પત્રિકા દૈનિકે પણ આ ચૂંટણી પરિણામનું મહા કવરેજ કરી સ્પેશિયલ એડિશન બહાર પાડી હતી અને વાચકોથી લઈ નેતાઓ પણ વખાણી હતી,. ત્યારે અહીં જુઓ લોક પત્રિકા દૈનિકના મહા કવરેજના કેટલાક અંશ