ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ ખાબકશે? અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી, જુલાઈનો રેકોર્ડ તૂટશે કે ઘટશે?

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat rain forecast: રાજ્યમાં હાલ ચોમાસાનું જોર ઘટ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તે અંગે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણેનાં જણાવ્યા પ્રમાણે, રાજ્ય પર વરસાદ આપતી સિસ્ટમ એક્ટિવ નથી જેના કારણે અતિભારે વરસાદની કોઇ આગાહી આપવામાં આવી નથી. જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, પહેલી ઓગસ્ટે બંગાળ ઉપસાગરમાં એક ડિપ ડિપ્રેશન થવાની શક્યતા છે. જેના કારણે વરસાદ થઇ શકે. બંગાળમાં એક બાદ એક સિસ્ટમ બની શકે છે જેના કારણે પવન પણ ફૂંકાઇ શકે છે.

 


Share this Article