વડોદરામા આજે એક હોટલ-માલિકે ડેપ્યુટી મેયર પર ગેસ-સિલિન્ડર ફેંક્યું હોવાની ઘટના સામે આવી છે. શહેરના કારેલીબાગ પાસે રાણા સમાજની જમીન પર ગેરકાયદે હોટલ ચાલી રહી હતી અને તેની તપાસ માટે ડેપ્યુટી મેયર હોટલે પહોચ્યા હતા. આ દરમિયાન હોટલ-માલિકે ડેપ્યુટી મેયર પર ગેસ-સિલિન્ડરનો છુટો ઘા કર્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
આ સાથે તેણે ડેપ્યુટી મેયર અને તેમની સાથે ત્યા પહોચેલા કાઉન્સિલરોને બીભત્સ અપશબ્દો બોલ્યા હતા. આ બાદ તેણે ચાકુ પણ બતાવી અને પોતે આપઘાત કરી લેશે તેવી ચીમકી આપવા લાગ્યો હતો. આ પછી તરત જ દબાણ શાખાની ટીમને સ્થળ પર બોલાવી લેવામા આવી અને દબાણો દૂર કરાવાના શરૂ કર્યા હતા.
આ મામલે મેયર કેયૂર રોકડિયાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જે લોકોએ ડેપ્યુટી મેયર અને પદાધિકારીઓ પર હુમલો કર્યો છે તેમની સામે કાયદેસર કર્યવાહી કરવામા આવશે અને હાલ પોલીસે તેમને પકડી લીધા છે.