અમરનાથનાં યાત્રીઓ માટે દર્શનનો લાભ!આ વખતે લોકસભા ચૂંટણીના કારણે માત્ર 45 દિવસ જ દર્શન થશે,રજીસ્ટ્રેશન 15 એપ્રિલથી શરૂ

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

Religion:લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે ચૂંટણી પ્રક્રિયા લગભગ બે મહિના સુધી ચાલશે. દરમિયાન ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વખતે અમરનાથ યાત્રાના દિવસો ઓછા કરવામાં આવ્યા છે. આ વખતે બે મહિના સુધી ચાલનારી અમરનાથ યાત્રા માત્ર 45 દિવસ જ ચાલશે. રાજભવન ખાતે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન 15 એપ્રિલથી શરૂ થશે. મુસાફરોને કેવી રીતે અને કેટલા ગ્રુપમાં મોકલવામાં આવશે તેનો પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ વખતે અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થશે અને 19 ઓગસ્ટ સુધી ચાલશે.

અધિકારીએ જણાવ્યું કે આ બેઠક 3,880 મીટર ઊંચા અમરનાથ મંદિરની વાર્ષિક યાત્રાના સંદર્ભમાં યોજાઈ હતી. ઝંઝટ મુક્ત રજીસ્ટ્રેશન માટે તૈયારીઓ કરવામાં આવી છે. મુસાફરી માટે જમ્મુ અને કાશ્મીરની અધિકૃત હોસ્પિટલોમાંથી મુસાફરોને આરોગ્ય પ્રમાણપત્રો પણ જારી કરવામાં આવશે.

RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી

દરરોજ 10 હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરશે

અમરનાથ યાત્રાનો પરંપરાગત માર્ગ બાલતાલ અને પહેલગામ છે. અહીંથી દરરોજ લગભગ 10 હજાર શ્રદ્ધાળુઓનો સમૂહ મોકલવામાં આવશે.અમરનાથ યાત્રીઓ દેશની 500 થી વધુ બેંક શાખાઓમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. ગયા વર્ષે, શ્રમ વિભાગ દ્વારા યાત્રા માટે 15,903 પોનીવાળા, 10,023 પાલકી અને દાંડીવાળા અને 6,893 પિથુવાલા સહિત 32,819 સેવા પ્રદાતાઓએ નોંધણી કરાવી હતી.


Share this Article
TAGGED: