Republic Day 2024: આ વર્ષે પ્રજાસત્તાક દિવસનો તહેવાર માત્ર એક તહેવાર નહીં પરંતુ અનેક રીતે ખાસ બનશે. આ પ્રથમ વખત, જ્યારે તમામ મહિલાઓની મોટી ટુકડી સાથે પ્રજાસત્તાક પર પરેડ કરશે. આ વર્ષે, પરેડથી લઈને 26મી જાન્યુઆરીની થીમ અને ટેબ્લો સુધી બધું જ મહિલાઓ પર કેન્દ્રિત. પ્રજાસત્તાક દિવસની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવા જઈ રહ્યું છે ત્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે પ્રજાસત્તાક સમારોહમાં હાજરી આપશે.
વર્ષ 2023 માં, આંતરરાષ્ટ્રીય જુવાર-બાજરી વર્ષ અને મહિલા શક્તિની થીમ પર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તે રીતે આ વર્ષે ગણતંત્ર દિવસના ઉત્સવની થીમ ‘વિકસિત ભારત અને ભારત લોકશાહીની માતા છે’. પરેડની શરૂઆત 100 મહિલા સંગીતકારો શંખ, નાગડા અને અન્ય પરંપરાગત સંગીતનાં સાધનો સાથે કરશે. આ સાથે પરેડમાં 1500 મહિલાઓ તેમના પરંપરાગત પોશાકમાં લોકનૃત્ય રજૂ કરશે.
આ વર્ષનો ગણતંત્ર દિવસ મહિલા સશક્તિકરણ પર આધારિત છે. ભારતીય સેનાની એક મહિલા આર્ટિલરી ઓફિસર પણ પ્રથમ વખત ડ્યુટી પર જોવા મળશે. આ સિવાય સેનાની મિડિયમ રેન્જ સરફેસથી એર મિસાઈલ પણ પરેડમાં સામેલ થશે. પ્રથમ વખત, ત્રણેય સેવાઓ એટલે કે આર્મી, નેવી અને એરફોર્સની મહિલાઓની ટુકડી માર્ચ કરશે. સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ એટલે કે CAPFની માર્ચિંગ ટુકડીમાં માત્ર મહિલાઓ જ હશે. આ આર્મી ફોર્સમાં સીએમપીની મહિલાઓ, નેવી અને એરફોર્સની મહિલાઓ હશે.
ફ્રેન્ચ માર્ચિંગ ટુકડી પરેડમાં ભાગ લેશે
ફ્રાન્સ એકમાત્ર એવો દેશ છે જેના રાષ્ટ્રપતિ સૌથી વધુ વખત ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે આવ્યા છે. આ વર્ષે 2024માં છઠ્ઠી વખત ફ્રાન્સના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે પરેડમાં હાજરી આપશે.
આર્ટિલરી મહિલા અધિકારીઓ ભાગ લેશે
પ્રથમ વખત ભારતીય સેનાની મહિલા આર્ટિલરી ઓફિસર ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લેશે.
વાયુસેનાની ઝાંખીમાં 2 મહિલા ફાઈટર પાઈલટનો સમાવેશ
આ વર્ષે, બે મહિલા લેફ્ટનન્ટ અનન્યા શર્મા અને ફ્લાઈંગ ઓફિસર અસમા શેખ, સુખોઈ-30 ફાઈટર જેટના બંને પાઈલટ, પ્રજાસત્તાક દિવસની વાયુસેનાની ઝાંખીમાં જોવા મળશે.
પ્રજાસત્તાક દિવસે પહેલીવાર ખાસ મિસાઈલ સિસ્ટમનુ પ્રદર્શણ
પરેડમાં પ્રથમ વખત ભારતીય સેનાની MRSAM (મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ સિસ્ટમ)નું નેતૃત્વ ભારતીય સેનાના લેફ્ટનન્ટ સુમેધા તિવારી કરી રહ્યા છે.