જલાલપોરમાં પોતાની જ નહાતી બહેનપણીએ વીડિયો ઉતારવામા આવ્યો અને જે હવે વાયરલ થયો છે. આ યુવતી પોતાના પતિથી અલગ રહેતી હતી. હવે આ અંગે જલાલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામા આવી છે અને પોલીસે બન્ને આરોપીની ધરપકડ પણ કરી હોવાના સમાચાર સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ બે બહેનપણીને ખાસ મિત્રતા હતી. એક વખત જ્યારે ઉતાવળમા બહાર જવાનુ થતા બન્ને એક જ બાથરૂમમાં સાથે નહાવા ગઈ અને ત્યારે જ કામિની (નામ બદલ્યું છે) નહાતી હતી ત્યારે રૂપાલી (નામ બદલ્યું છે)એ છુપાઈને કામિનીનો નહાતા સમયનો વીડિયો મોબાઈલમાં રેકોર્ડ કરી લીધો. આ બાદ તેણે આ વીડિયો પૂર્વ પ્રેમી મિત્તલ ટંડેલને સેન્ડ કર્યો હતો અને જ્યાથી વાયરલ થઈ ગયો.
આ બાદ કામિનીએ જલાલપોર પોલીસ મથક પહોચી અને રૂપાલી અને તેના પૂર્વ પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જાણવા મળ્યુ છે કે પતિ સાથે વાદ થતા છેલ્લાં 4 વર્ષથી કામિની પિયરમાં રહેતી હતી અને 1 વર્ષ પહેલાં રૂપાલીએ આ વીડીયો ઉતારયો હતો. હવે તપાસ બાદ આરોપીને પકડી લેવામા આવ્યા છે.