યુક્રેનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો રાત્રિનો છે. યુદ્ધની મધ્યમાં, અચાનક આકાશમાં સફેદ પ્રકાશ દેખાય છે. વીડિયો જોયા બાદ લોકો અનુમાન લગાવી રહ્યા છે કે તે ક્રેશ થયેલો સેટેલાઇટ હોઈ શકે છે અથવા તો તેના માટે એલિયન્સ પણ જવાબદાર હોઈ શકે છે.આ વીડિયો પત્રકાર અને બ્લોગર એનાટોલી શારી દ્વારા ટેલિગ્રામ ચેનલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. ચાર શોટની વિડિયો ક્લિપમાં બતાવવામાં આવ્યું છે કે આકાશમાં અચાનક તેજ પ્રકાશથી ચમકી ઉઠે છે. એક ક્લિપમાં, એક સળગતી વસ્તુ જમીન પર પડી રહી હતી.
Something happened in Kyiv sky tonight. The whole city is at a loss, what it was. UFO? pic.twitter.com/DAic7QHae2
— olexander scherba🇺🇦 (@olex_scherba) April 19, 2023
બીબીસીના અહેવાલ મુજબ, નાસાએ આ દુર્ઘટના વિશે પહેલાથી જ માહિતી આપી હતી. કિવ શહેરના સૈન્ય પ્રશાસને પ્રાથમિક માહિતી ટાંકીને કહ્યું કે તે ક્રેશ થયેલો નાસાનો ઉપગ્રહ હતો. પરંતુ નાસાએ આ ઘટના બાદ કહ્યું કે તે તેમનો ઉપગ્રહ નથી, કારણ કે તેમનો ઉપગ્રહ હજુ ભ્રમણકક્ષામાં હતો. રશિયા દ્વારા છોડવામાં આવેલી મિસાઇલો અને ડ્રોનને તોડી પાડવાના પ્રયાસો માટે જવાબદાર યુક્રેનિયન એરફોર્સે જણાવ્યું હતું કે ઉપગ્રહ અથવા ઉલ્કા પિંડ જવાબદાર હોઈ શકે છે. આ વીડિયો વાયરલ થયા બાદ યુક્રેનિયન સોશિયલ મીડિયા પર માઈમ્સનું પૂર આવ્યું હતું. જે બાદ એરફોર્સે કહેવું પડ્યું કે, ‘કૃપા કરીને મેમ્સ બનાવવા માટે એરફોર્સના ઓફિશિયલ સિમ્બોલનો ઉપયોગ ન કરો.’
Oyo રૂમમાં છોકરીઓ હનુમાનજીની આરતી કરવા તો નથી જ જતી…. મહિલા આયોગના ચેરપર્સનનું વિવાદાસ્પદ નિવેદન
યુએસ સ્પેસ એજન્સીએ આ સપ્તાહની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે 660-પાઉન્ડ (300-કિલોગ્રામ)નો ઉપગ્રહ બુધવારે વાતાવરણમાં ફરી પ્રવેશ કરશે. પરંતુ નાસા કોમ્યુનિકેશન ઓફિસના રોબ માર્ગેટાએ બીબીસીને જણાવ્યું કે જ્યારે કિવ પર ફ્લેશ જોવા મળી ત્યારે સેટેલાઇટ હજુ પણ ભ્રમણકક્ષામાં હતો. તેમણે કહ્યું કે નાસા રેયુવેન રામતી હાઈ એનર્જી સોલર સ્પેક્ટ્રોસ્કોપિક ઈમેજર (RHESSI) અવકાશયાન પર નજર રાખી રહ્યું છે. આ ઘટના અનેક સવાલો ઉભા કરી રહી છે.