તાજેતરમાં જ બેંગલુરુમાં એક રિટેલ આઉટલેટમાં આયોજિત સાડી વેચાણ કાર્યક્રમ દરમિયાન બે મહિલાઓ વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. બંને મહિલાઓનો વીડિયો કેમેરામાં કેદ થયો હતો અને પછી તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જબરદસ્ત રીતે વાયરલ થયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે કપડાના રિટેલર તેના વાર્ષિક ડિસ્કાઉન્ટ સેલનું આયોજન કરી રહ્યા હતા. તે પોતાના સ્ટોર પર પ્રખ્યાત મલ્લેશ્વરમ સિલ્ક સાડીઓનો સ્ટોક ડિસ્કાઉન્ટ ભાવે વેચતો હતો. લોકપ્રિય વીડિયોમાં મહિલાઓનું ટોળું સ્ટોરમાંથી સાડી ખરીદતી જોઈ શકાય છે.
Mysore silk saree yearly sale @Malleshwaram .. two customers fighting over for a saree.👆🤦♀️RT pic.twitter.com/4io5fiYay0
— RVAIDYA2000 🕉️ (@rvaidya2000) April 23, 2023
સાડી ખરીદતી વખતે બે મહિલાઓ વચ્ચે ઝઘડો
મનપસંદ સાડી બાબતે પાછળની બે મહિલાઓ વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. ચર્ચા ક્યારે શારિરીક લડાઈમાં ફેરવાઈ તે જાણી શકાયું નથી. બંને મહિલાઓ ખૂબ જ ગુસ્સામાં દેખાઈ અને પછી એકબીજા સાથે લડવા લાગી. પહેલી સ્ત્રીએ બીજી સ્ત્રીના વાળ પકડી લીધા અને બીજી સ્ત્રીએ પણ તરત જ તેના વાળ પકડી લીધા. આ પછી, જે લોકો સાડી ખરીદવા આવ્યા હતા, તેઓ હવે આ ઝઘડો જોવા લાગ્યા. બંને વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે તેને કાબૂમાં રાખવો મુશ્કેલ બની ગયો. ટ્વિટર યુઝર આર વૈદ્ય દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં બે મહિલાઓ સાડીની ખરીદી કરતી વખતે ગુસ્સામાં ઝઘડો કરતી જોવા મળી હતી.
ઘણા મહિનાઓ બાદ અદાણીને મોજ પડે એવું કંઈક થયું, શેર બજારનો નજારો જોઈ હિડનબર્ગને ભારે દુ;ખ લાગી જશે
જો તમે હાર્ટ એટેકથી બચવા માંગતા હોવ તો દરરોજ આ જ્યૂસ પીવો પડશે, નવા અભ્યાસમાં ખુલાસો થતાં મોટી રાહત
વીડિયો જોયા બાદ લોકોએ આવી પ્રતિક્રિયા આપી
સુરક્ષાકર્મીઓ દ્વારા તેમને અલગ રાખવાના શ્રેષ્ઠ પ્રયાસો છતાં મહિલાઓએ એકબીજાને મારવાનું ચાલુ રાખ્યું હતું. ઘટના સમયે દુકાનની અંદર ઘણી ભીડ હતી. આ ઘટનાના વીડિયોને ટ્વિટર પર એક લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે અને 1000થી વધુ લાઈક્સ મળી છે. વીડિયો વાયરલ થયા બાદ લોકો કોમેન્ટ બોક્સમાં આ ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, “મને તે જોવાની મજા આવી, જેઓ સાડી ખરીદી રહ્યા હતા તેઓ અચાનક શું થઈ રહ્યું છે તે ઝઘડો જોવામાં રસ લેવા લાગ્યા.” અન્ય એક યુઝરે ટ્વીટ કર્યું, “બતાવે છે કે તેમની સાડીઓની કેટલી ડિમાન્ડ છે. આ વીડિયોને જાહેરાત તરીકે બતાવી શકાય છે.”