World News: પ્લેન ક્રેશના ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આવા સમયે પ્લેનમાં બેઠેલા મુસાફરોની હાલત ખરાબ થઈ જાય છે. પરંતુ આ દિવસોમાં એક દુર્ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. વાસ્તવમાં આ વીડિયોમાં પ્લેન ક્રેશ થાય છે, પરંતુ તે પહેલા મુસાફરો પોતાનો જીવ બચાવવા તેમાંથી કૂદી પડે છે. આ પ્રકારનું દ્રશ્ય તમે પહેલા ક્યારેય નહિ જોયું હોય.
ટ્વિટર એકાઉન્ટ @interesting_aIl પર ઘણી વાર આશ્ચર્યજનક વીડિયો પોસ્ટ કરવામાં આવે છે. હાલમાં જ એકાઉન્ટ પર આવો જ એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જે ઘણો ડરામણો છે. વિડિયોમાં એક પ્લેન ક્રેશ થતું જોવા મળે છે. પરંતુ પછી કેટલાક મુસાફરો તેમાંથી કૂદી પડે છે. જો દૂરથી જોવામાં આવે તો એવું લાગે છે કે તે ફાઇટર જેટ પ્લેન છે.
Passengers eject from plane just before it crashes pic.twitter.com/DNJZ9fGxem
— Interesting Clips (@interesting_aIl) March 15, 2024
વીડિયોમાં તમે જોઈ શકો છો કે પ્લેન રહેણાંક વિસ્તારોની ઉપરથી ઉડતું જોવા મળે છે. ઘણા લોકો નીચે ઉભા છે અને તેને જોઈ રહ્યા છે. થોડી જ વારમાં પ્લેન ઘણું નીચે આવી જાય છે. પછી એક જોરદાર વિસ્ફોટ થાય છે અને પાછળથી ધુમાડાના ગોટેગોટા ઉડે છે. વિમાન તળાવ પરથી પસાર થતાની સાથે જ કેટલાક લોકો પેરાશૂટની મદદથી નીચે કૂદી પડે છે. તે પોતાની જાતને પ્લેનમાંથી બહાર કાઢે છે.
હોળી પહેલા આકાશમાંથી મુસીબત વરસશે! ક્યાંક આકરો તાપ તો ક્યાંક કરા રંગમાં ભંગ પાડશે, જાણો નવી આગાહી
એક જ ઝાટકે મુકેશ અંબાણીની રિલાયન્સે 81,763 કરોડ રૂપિયા ગુમાવ્યા, SBI ને પણ ધોળા દિવસે તારા દેખાયા!
વીડિયો રેકોર્ડ કરનારાઓ પણ આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે અને ચીસો પાડી રહ્યા છે. પ્લેન મોટા ઝાડની પાછળ પડે છે અને જોરથી ધડાકા સાથે, જ્વાળાઓ અને ધુમાડાના મોટા ગોટેગોટા હવામાં ઉછળતા જોવા મળે છે.