World NEWS: મંગળવારે (12 માર્ચ) ના રોજ રશિયન આર્મીનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેમાં કુલ 15 લોકો હતા. આ અકસ્માતમાં તમામ 15 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના રશિયાની રાજધાની મોસ્કોના ઉત્તર-પૂર્વ વિસ્તાર ઇવાનોવામાં બની હતી. મંગળવારે વિમાને ઉડાન ભર્યા પછી તરત જ તેમાં આગ લાગી હતી અને તેમાં હાજર તમામ 15 લોકો જીવતા બળી ગયા હતા. એરક્રાફ્ટ Ilyushin-II 76 એ પશ્ચિમ રશિયાના એરબેઝ પરથી ઉડાન ભરી હતી; રશિયન સંરક્ષણ પ્રધાનના જણાવ્યા અનુસાર ટેક-ઓફ દરમિયાન એન્જિનમાં આગ લાગવાને કારણે આ અકસ્માત થયો હતો.
પ્લેનમાં હાજર 15 લોકોમાંથી 8 ક્રૂ મેમ્બર હતા, જ્યારે 7 પેસેન્જર હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે આખા પ્લેનમાં આગ લાગી હતી. આ પછી તેણે કાબૂ ગુમાવ્યો અને જમીન પર પડ્યું. વીડિયોમાં જોઈ શકાય છે કે પ્લેનના એક એન્જિનમાંથી આગની જ્વાળાઓ નીકળી રહી છે અને તે ધીમે ધીમે નીચે પડી રહી છે. વીડિયોમાં પ્લેનમાંથી ધુમાડાના વાદળો નીકળતા પણ જોઈ શકાય છે.
❗️The Russian Il-76 military plane crashed in the Ivanovo region / Sources report that the plane was probably carrying reserves to the Kursk region. Ил-76 🔥 #UkraineRussiaWar #UkraineWarNews #UkraineWar #UkrainianArmy #RussianArmy #RussiaIsCollapsing #russia #Russian #Ил76 pic.twitter.com/FfuA6eJFAm
— ⚔️ Hunter UA ✠ 🇺🇸🇺🇦 (@UaCoins) March 12, 2024
જાન્યુઆરીમાં પણ આવો જ એક અકસ્માત થયો હતો
આવો જ એક અકસ્માત જાન્યુઆરી મહિનામાં પણ થયો હતો. રશિયન આર્મીનું IL-76 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ રશિયા-યુક્રેન બોર્ડર પાસે બેલગોરોડ વિસ્તારમાં દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. તે વિમાનમાં સવાર તમામ 65 લોકો માર્યા ગયા હતા. દુર્ઘટના બાદ રશિયાએ આરોપ લગાવ્યો હતો કે યુક્રેને આ વિમાનને તોડી પાડ્યું હતું. આ સાથે દાવો કરવામાં આવ્યો હતો કે વિમાનમાં યુક્રેનના 65 યુદ્ધ કેદીઓ હાજર હતા.
કોંગ્રેસ અને ગઠબંધન શોભાના ગાંઠિયા સમાન રહી ગયા, બધા જ સર્વેમાં ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો!
તેને યુક્રેનની સેનામાં લઈ જવામાં આવી રહ્યા હતા જેથી તેને યુદ્ધ કેદીઓની બદલી કરી શકાય. રશિયાના કહેવા પ્રમાણે આ 65 યુક્રેનિયન લોકોના બદલામાં 65 રશિયન લોકોને મુક્ત કરવામાં આવ્યા હોત, પરંતુ યુક્રેનની સેનાના કારણે આવું થઈ શક્યું નહીં.