આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ટેલેન્ટથી ભરપૂર ઘણા લોકોના વીડિયો જોવા મળી રહ્યા છે. હાલમાં જ એક 13 વર્ષની બાળકીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં એક નાની છોકરી જે ક્યારેય પોતાની આંખોથી દુનિયાને જોઈ શકતી નથી તે પિયાનો પર અદ્ભુત સંગીત વગાડતી જોવા મળે છે જેને જોઈને બધા દંગ રહી જાય છે.
અંધ 13 વર્ષની છોકરીએ વગાડ્યો પિયાનો
આ દિવસોમાં લુસી નામની 13 વર્ષની છોકરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જે બંને આંખોથી જોઈ શકતી નથી. તેની સાથે તેને ન્યુરોડાઈવર્સની સમસ્યાનો સામનો કરવો પડે છે. આટલી બધી મુશ્કેલીઓ હોવા છતાં છોકરીએ પિયાનો વગાડવામાં નિપુણતા મેળવી છે. વીડિયોમાં લ્યુસીને પિયાનો પર અદ્ભુત સંગીત વગાડતા જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
Meet Lucy.
A 13-year-old who is blind and neurodiverse — as she plays a highly-complex Chopin piece.
This is truly incredible…
pic.twitter.com/6VK0VMwtWN
— Rex Chapman🏇🏼 (@RexChapman) February 19, 2023
સૌથી મુશ્કેલ ટ્યુનથી વગતાની સાથે જ બધા મંત્રમુગ્ધ
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર રેક્સ ચેપમેન નામના ટ્વિટર એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ લ્યુસીને પિયાનો પાસે લાવીને મોલની અંદર બેસાડતો જોવા મળે છે.
આ પછી પિયાનો મેળવીને તે ખૂબ જ ખુશ થઈ જાય છે અને તેના પર સુંદર ધૂન વગાડવા લાગે છે. જેની ધૂન સાંભળીને મોલમાં હાજર લોકો તેની તરફ જ જોવા લાગે છે.
બસ હવે 3 દિવસ કાઢી નાખો, પછી આ 5 રાશિના લોકોને બખ્ખાં જ બખ્ખાં, જ્યાં હશો ત્યાં તમારી જ વાહ-વાહી થશે
વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો પિયાનો ટ્યુન સાંભળીને પોતાના સ્ટેપ્સ રોકે છે અને માત્ર લ્યુસીના મ્યુઝિકનો આનંદ લેતા જોવા મળે છે. મળતી માહિતી મુજબ લ્યુસી પિયાનો પર મહાન પોલિશ સંગીતકાર ચોપિનની ખૂબ જ મુશ્કેલ ટ્યુન વગાડતી જોવા મળે છે જેને સાંભળ્યા પછી બધા મંત્રમુગ્ધ થઈ ગયા હોય તેવું લાગે છે.