સોશિયલ મીડિયા પર દરરોજ અનેક વીડિયો વાયરલ થાય છે. આમાંના કેટલાક વિડિયો હૃદયને હચમચાવી દે તેવા હોય છે, જ્યારે કેટલાક એવા ફની હોય છે કે તમે હસીને થાકી જાવ. સોશિયલ મીડિયા પર આ દિવસોમાં વીડિયો મનોરંજનનું વધુ સારું માધ્યમ બની ગયું છે. અમે તમારા માટે એક એવો વિડિયો લાવ્યા છીએ જેને જોયા પછી તમે હસી પડશો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં એક છોકરી તેના પલંગ પર ધાબળો ઓઢીને સૂઈ રહી છે. પરંતુ તે દરમિયાન અચાનક તેની માતાને તેની પુત્રી પર શંકા જાય છે અને તે તેની પાસે જાય છે અને તેના ધાબળામાં જોવે છે. ધાબળાની અંદર દીકરીને જોઈને માતાના હોશ ઉડી જાય છે અને તે શરમથી પાણી પાણી થઈ જાય છે.
આ છોકરી સૂવાને બદલે બ્લેન્કેટની અંદર કોઈની સાથે ચેટ કરી રહી હતી. એટલું જ નહીં, તે ચેટ બોક્સમાં કોઈને I LOVE YOU TOO પણ લખી રહી હતી. જ્યાં સુધી યુવતી મોબાઈલ છુપાવે ત્યાં સુધીમા તેની માતાએ તમામ ચેટ જોઈ લીધી હતી.
આ વીડિયો જોયા પછી તમે સમજી જશો કે આ એક પ્રૅન્ક વીડિયો છે, પરંતુ સોશિયલ મીડિયા પર આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને યુટ્યુબ પર imkavy નામની ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં તેને 14 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. વિઝિયોના કેપ્શનમાં લખ્યું છે – ‘શું તમે ક્યારેય આ રીતે પકડાયા છો’.લોકો આ વીડિયો પર જોરદાર કમેન્ટ પણ કરી રહ્યા છે.