Video: ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટના પાયલટ પર હુમલો, ફ્લાઈટ મોડી પડતાં આપી પ્રસાદી, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Desk Editor
By Desk Editor
Share this Article

Viral Video: ધુમ્મસના કારણે ફ્લાઇટ મોડી પડતા મુસાફરો પર અસર પડી રહી છે. દેશની સૌથી મોટી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પૈકીની એક ઈન્ડિગો વિરુદ્ધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરિયાદોનો ઢગલો થઈ રહ્યો છે. X થી લઈને Linkedin સુધી ઈન્ડિગો પ્રત્યે લોકોનો ગુસ્સો બહાર આવી રહ્યો છે.

આ દરમિયાન એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. હેન્ડલ Capt_ck સાથે X પર શેર કરવામાં આવેલ વિડિયોમાં, મુસાફર પાઈલટને થપ્પડ મારતો જોઈ શકાય છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, “એક મુસાફરે વિમાનની અંદર પાઈલટને થપ્પડ મારી દીધી જ્યારે તે ફ્લાઈટમાં વિલંબની જાહેરાત કરી રહ્યો હતો. આ વ્યક્તિ પાછળની હરોળમાંથી દોડીને આવ્યો અને કેપ્ટનને થપ્પડ મારી… અવિશ્વસનીય.”

થપ્પડ મારનાર વ્યક્તિની ઓળખ

ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પોલીસે ઈન્ડિગો એરલાઈન્સના પાઈલટને થપ્પડ મારનાર મુસાફરની ઓળખ કરી લીધી છે. આરોપી મુસાફરની ઓળખ સાહિલ કટારિયા તરીકે થઈ છે. એરપોર્ટ પોલીસે જણાવ્યું કે, તેઓએ આરોપીઓ વિરુદ્ધ IPCની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.

એરપોર્ટ પોલીસના જણાવ્યા અનુસાર, ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ નંબર 6E 2175 દિલ્હી એરપોર્ટથી ગોવા માટે રવાના થવાની હતી. કેટલાક કારણોસર આ ફ્લાઈટ લગભગ 13 કલાક મોડી પડી હતી. જ્યારે પાયલોટે વિમાનમાં વિલંબ અંગે મુસાફરો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપી સાહિલ કટારિયાએ પાયલટને થપ્પડ મારી દીધી હતી. આ ઘટના રવિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ જણાવવામાં આવી રહી છે.

આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો

Ayodhya Ram Mandir: વિરોધ વચ્ચે 2 શંકરાચાર્યનું સમર્થન, કહ્યું- ‘રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા હિંદુ રિવાજો પ્રમાણે છે’

ફક્ત રામ મંદિર જ નહીં… દેશના આ મંદિરો પણ સોનાથી મઢવામાં આવ્યા છે!

તમને જણાવી દઈએ કે જે પાયલોટને પેસેન્જરનો સ્પર્શ થયો હતો તેનું નામ અનુપ કુમાર છે. તે આ ફ્લાઈટનો કો-પાઈલટ હતો. આરોપી સાહિલ કટારિયા સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમની સામે IPCની કલમ 323/341/290 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.


Share this Article
TAGGED: