પાકિસ્તાનના ઓપનર ફખર ઝમાને તેની નવમી સદી ફટકારતાં યજમાન ટીમે પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ સાથે પાકિસ્તાને વનડેમાં તેની 500મી જીત નોંધાવી છે. ઓસ્ટ્રેલિયા અને ભારત પછી આવું કરનાર તે ત્રીજો દેશ બની ગયો છે. પાકિસ્તાની ક્રિકેટરો શું કરી શકે છે તેનો અંદાજ ભાગ્યે જ કોઈ લગાવી શકે છે. હવે આ વાયરલ વીડિયો જ જુઓ. પાકિસ્તાની ક્રિકેટર શાદાબ ખાન લાઈવ મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં કપડા ઉતારીને મસાજ કરાવતો જોવા મળ્યો હતો.
વાસ્તવમાં પાકિસ્તાની ટીમ બેટિંગ કરી રહી હતી. ફખર ઝમાન 76 અને બાબર આઝમ 26 રન બનાવીને રમી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે કેમેરામેન ડ્રેસિંગ રૂમ તરફ વળ્યો તો ત્યાંનું દ્રશ્ય જોઈને બધા દંગ રહી ગયા. ડ્રેસિંગ રૂમમાં શાદાબ પોતાના કપડા ઉતારીને મસાજ કરાવી રહ્યો હતો. શાદાબ ખાને મેચમાં 10 ઓવરમાં 56 રન આપીને એક વિકેટ ઝડપી હતી, જ્યારે બેટિંગ ન હતી.
Shadab broo?!?!?!? pic.twitter.com/bARGapwbF9
— Red Slanty (@appkokia) April 27, 2023
મેચની વાત કરીએ તો, 289 રનનો પીછો કરતી વખતે ઝમાન અને ઇમામ-ઉલ-હકે 124 રનની મજબૂત ભાગીદારી નોંધાવી હતી. તેની 15મી ODI ફિફ્ટી ફટકાર્યા પછી, ઇમામ 22મી ઓવરમાં લેગ-સ્પિનર ઇશ સોઢી દ્વારા એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. તેણે 65 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 60 રન બનાવ્યા હતા. ઈમામની વિદાય બાદ ફખર ઝમાને કેપ્ટન બાબર આઝમ સાથે બીજી વિકેટ માટે 90 રન જોડ્યા અને 35મી ઓવરમાં તેની 9મી ODI સદી પણ પૂરી કરી.
બાબર તેની 25મી ODI અર્ધ સદી એક રનથી ચૂકી ગયો. 12 ઓવર બાકી હતી ત્યારે ફખર અને મોહમ્મદ રિઝવાને આગામી ત્રણ ઓવરમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગા ફટકારીને પાકિસ્તાનને મેચમાં જાળવી રાખ્યું હતું. 43મી ઓવરમાં ડાબા હાથના સ્પિનર રચિન રવિન્દ્રના હાથે ઝમાન આઉટ થયા બાદ પાકિસ્તાની છાવણીમાં થોડી ગમગીની છવાઈ ગઈ હતી. ફખર ઝમાને 114 બોલમાં 117 રન બનાવ્યા હતા.
આજે સોના ચાંદીનો ભાવ ધડામ થયો, એક તોલાના ભાવમાં સીધો આટલાનો ઘટાડો, ખરીદવું હોય તો મોકો છે
આ પછી તરત જ સલમાન અલી આગાને પણ આઉટ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ રિઝવાને બેટિંગ ચાલુ રાખી અને 42 રને અણનમ રહ્યો, જ્યારે મોહમ્મદ નવાઝ આઠ રને અણનમ રહ્યો. પાકિસ્તાને નવ બોલ બાકી રહેતાં પાંચ વિકેટે મેચ જીતી લીધી અને પાંચ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી. અગાઉ, પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યા પછી, ન્યુઝીલેન્ડે ડેરીલ મિશેલની સદી સાથે 50 ઓવરમાં 288/7 રન બનાવ્યા હતા.