યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા જંગમાં યુક્રેનની રાજધાની કીવમાં ૧૦૮૪ મૃતદેહો મળી આવ્યા છે.આમાંથી મોટાભાગનાની ગોએળી મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસના કહેવા પ્રમાણે આ તમામ નાગરિકો છે અને તેમને સેનાની કામગીરી સાથે કોઈ સબંધ નહોતો.
૭૫ ટકા લોકોને મશિનગન કે સબ મશિન ગન અથવા સ્નાઈપર રાયફલની ગોળીઓ વાગી છે.હાલમાં ૩૦૦ થી વધારે મૃતદેહોની ઓળખ થઈ છે.લોકોને પોલીસે અપીલ કરી છે કે, ૨૪ ફે્બ્રુઆરીએ જંગ શરુ થયા બાદ ગાયબ થઈ ગયા હોય તેવા લોકોની જાણકારી પોલીસને આપવામાં આવે.
આ પહેલા યુક્રેનના તબાહ થઈ ગયેલા શહેર મારિયુપોલ બહાર પણ વધુ એક સામૂહિક કબર ગઈકાલે મળી આવી હતી.આ કબરની ભાળ સેટેલાઈટ તસવીરથી મળી છે અને તેમાં ૧૦૦૦ મૃતદેહો દફનાવાયા હોવાની શક્યતા છે.