China News: ચીનમાં ગઈકાલે મોડી રાત્રે ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 નોંધવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા તમામ વીડિયોમાં લોકોની ચીસો સાંભળી શકાય છે. વીડિયોમાં તૂટેલી ઇમારતો અને ક્ષતિગ્રસ્ત રસ્તાઓ જોવા મળી રહ્યા છે. આ વિનાશ ઉત્તર પશ્ચિમ ચીનના ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં થયો હતો.
🇨🇳#CHINA | The moment captured that several people evacuate a restaurant after #sismo of magnitude 6.0.
#earthquake #Terremoto #Temblor #Gansu #Lanzhou #Linxia #ChinaEarthquake #LiveVideo #Evacuation #LiveChina pic.twitter.com/ajqTMnS9EY
— Nitesh rathore (@niteshr813) December 18, 2023
ચાઈનની સિન્હુઆ ન્યૂઝ એજન્સી અનુસાર, ભૂકંપમાં આશરે 112થી વધુના લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ગાંસુ પ્રાંતમાં 85 અને પડોશી કિંઘાઈ પ્રાંતમાં 12 લોકો માર્યા ગયા હોવાના સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભૂકંપમાં 230થી વધુ લોકો ઘાયલ થયા છે.
રાષ્ટ્રપતિએ સલામતીના નિર્દેશો કર્યા જાહેર
Over 110 Dead, Several Injured As Massive Earthquake Hits China#earthquake #Terremoto #Temblor #Gansu #Lanzhou #Linxia #ChinaEarthquake #LiveVideo #Evacuation #LiveChina pic.twitter.com/qtK0rIwgt5
— Faheem (@stoppression) December 19, 2023
ચીનના ગાંસુ પ્રાંત અને કિંઘાઈ પ્રાંતમાં બચાવ કામગીરી ચાલી રહી છે. મકાનો અને રસ્તાઓને નુકસાન થયું હતું અને વીજળી અને સંદેશાવ્યવહાર લાઇન ડાઉન હતી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભૂકંપ સંબંધિત મહત્વપૂર્ણ નિર્દેશો જાહેર કર્યા છે, જેમાં મોટા પાયે બચાવ કામગીરી હાથ ધરવા, અસરગ્રસ્ત લોકોનું યોગ્ય પુનર્વસન અને લોકોના જીવન અને સંપત્તિની સલામતી સુનિશ્ચિત કરવા માટે મહત્તમ પ્રયાસો કરવા માટે કહેવામાં આવ્યું છે. તથા સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને બચાવવાની કામગીરી ઝડપી કરવા આદેશો અપાયા છે.
#BREAKING #China A powerful 6.0 magnitude earthquake hits China's Gansu-Qinghai region. pic.twitter.com/R6NM7XgOvM
— The National Independent (@NationalIndNews) December 18, 2023
ચીનમાં આવેલા ભૂકંપથી જનજીવન ખોરવાયું
સમાચાર એજન્સીએ જણાવ્યું કે ભૂકંપના કારણે ઘરો ધરાશાયી થવા સહિત ગંભીર નુકસાન થયું છે અને લોકો સલામતી માટેની જગ્યાઓ શોધી રહ્યા છે. સ્થાનિક અહેવાલ પ્રમાણે કેટલાક સ્થાનિક ગામોમાં વીજળી અને પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં તૂટી પડેલી છત અને અન્ય કાટમાળ જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે ચીનમાં ભૂકંપ સામાન્ય નથી. ઓગસ્ટમાં, પૂર્વી ચીનમાં 5.4-તીવ્રતાનો હળવો ભૂકંપ આવ્યો હતો, જેમાં 23 લોકો ઘાયલ થયા હતા અને ડઝનેક ઇમારતો ધરાશાયી થઈ હતી.