પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં હેવાન બનેલા એક પિતાએ પોતાની સાત દિવસની બાળકીને ગોળીઓથી વિંધી નાંખી હોવાની ચકચારી ઘટના બની છે. શાહજેબ ખાન નામના આ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે.શાહજેબના ભાઈ હિદાયતુલ્લા ખાને કહ્યુ હતુ કે, શાહજેબની ઈચ્છા હતી કે પહેલુ સંતાન બાળક હોય અને બાળકી નહીં.પણ એવુ થયુ નહોતુ.બાળકી પેદા થવાથી શાહજેબ ગુસ્સામાં હતો.
પરિવારે બાળકીનુ નામ જન્નત રાખ્યું હતુ.પરિવારના સભ્યોને એમ હતુ કે, થોડા દિવસ બાદ શાહજેબનો ગુસ્સો ઠંડો થઈ જશે પણ એવુ થયુ નહોતુ. ગઈકાલે શાહજેબ ઘરે આવ્યો હતો અને બાળકીને રમાડવાના બહાને પાસે માંગી હતી.તેણે બાળકીને બહાર લઈ જઈને પાંચ ગોળીઓ મારી દીધી હતી. આ ઘટના બાદ હેવાન પિતા સામે પાકિસ્તાન જ નહીં આખી દુનિયામાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે.
આ ઘટનાએ પાકિસ્તાનમાં ભ્રુણહત્યાના દુષણને પણ પ્રકાશમાં લાવ્યુ છે.પાકિસ્તાનમાં છેલ્લા બે વર્ષમાં ૫૦૦ નવજાત શિશુઓના મૃતદેહ બીનવારસી હાલતમાં મળ્યા છે.તેની પાછળનુ કારણ એ છે કે, પાકિસ્તાનમાં પરિવારોમાં પુત્રીઓ અનિચ્છનિય ગણાય છે.દીકરીઓને લગ્ન માટે ભારે દહેજ આપવાની પરંપરા છે અને પરિવારની પ્રતિષ્ઠાને પણ મહિલા સાથે જાેડીને જાેવાતી હોય છે.