નિજ્જર વિવાદ વચ્ચે ટ્રુડોને મોટો ઝટકો, ક્યાંય ના ન રહ્યા, કેનેડાના નેતા પણ ભારત સાથે, કહ્યું- જો હું PM બનીશ તો…

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

World News : ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની (Hardeep Singh Nijjar) હત્યાના આરોપોને લઈને ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો તંગ બન્યા છે. કેનેડાની કન્ઝર્વેટિવ પાર્ટીના વડા અને વિરોધપક્ષના નેતા પિયરે પોઇલિવરે (Pierre Poilivere) કહ્યું છે કે આઠ વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને ભારત સાથેના સંબંધોનું મૂલ્ય સમજાયું નથી.

 

તેમણે કહ્યું કે જો તેઓ કેનેડાના વડાપ્રધાન બનશે તો બંને દેશો વચ્ચેના સંબંધો ફરી સ્થાપિત કરશે. તેમણે એક મુલાકાત દરમિયાન કહ્યું હતું કે આપણે ભારત સરકાર સાથે વ્યાવસાયિક સંબંધો બાંધવાની જરૂર છે. ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. બંને દેશો વચ્ચે મતભેદ થાય તે ઠીક છે, પરંતુ બંને વચ્ચેના સંબંધો પ્રોફેશનલ હોવા જોઈએ. જો હું કેનેડાનો વડાપ્રધાન બનીશ તો ભારત સાથેના સંબંધો ફરી સ્થાપિત કરીશ.

જ્યારે તેમને ભારતમાંથી કેનેડાના 41 રાજદ્વારીઓને પાછા બોલાવવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ટ્રુડો પર અસમર્થ અને બિનવ્યાવસાયિક હોવાનો આરોપ લગાવ્યો હતો. આજના સમયમાં કેનેડાના ભારત સહિત વિશ્વના ઘણા મોટા દેશો સાથે મતભેદ છે. કેનેડામાં હિન્દુ મંદિરોમાં તોડફોડના અહેવાલો પર તેમણે કહ્યું હતું કે, “મને લાગે છે કે જે લોકો હિન્દુ મંદિરો પર હુમલો કરે છે અને સંપત્તિમાં તોડફોડ કરે છે તેમની સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ.”

 

 

ગયા અઠવાડિયે, ભારતે કેનેડાને 41 રાજદ્વારીઓને પાછા બોલાવવા જણાવ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભારત અને કેનેડા બંનેના ડિપ્લોમેટ્સની સંખ્યા સમાન હોવી જોઈએ. “અમે અગાઉ કહ્યું તેમ, ભારતમાં મોટી સંખ્યામાં કેનેડાના રાજદ્વારીઓ છે અને તેઓ અમારી ઘરેલુ બાબતોમાં દખલ કરે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, અમે અપેક્ષા રાખીએ છીએ કે કેનેડિયન રાજદ્વારીઓ ભારતમાં તેમની સંખ્યા ઘટાડે અને પાછા જાય.

 

હું બે વાર હારી છું, જો આ વખતે હારી તો… આટલું કહીને ચોધાર આંસુએ રડવા લાગી કોંગ્રેસ મહિલા નેતા

આજથી પાંચ દિવસ કેવું રહેશે ગુજરાતનું હવામાન? વરસાદ આવશે કે ઠંડી પડશે? હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

તમારા બાળકોને ફોનથી અત્યારે જ કરી દો દૂર નહિતર પછતાવાનો વારો આવશે, રિસર્ચમાં સામે આવી નવી બીમારી!!

 

કેનેડામાં નિજ્જરની હત્યા કરવામાં આવી હતી

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. કેનેડાના સરેમાં એક ગુરુદ્વારાની બહાર બે અજાણ્યા હુમલાખોરોએ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી હતી. કેનેડાએ એક ભારતીય અધિકારીની હકાલપટ્ટી કરી હતી, જેના પગલે ભારતે વળતો જવાબ આપતાં કેનેડાના નાગરિકો માટેની વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી હતી અને કેનેડાના રાજદ્વારીને પણ હાંકી કાઢ્યા હતા.

 

 

 


Share this Article