Canada Accident: કેનેડાના મેનિટોબા પ્રાંતમાં ગુરુવાર (15 જૂન)ના રોજ એક સેમી-ટ્રેલર ટ્રક અને વૃદ્ધ લોકોથી ભરેલી બસ અથડાઈ હતી. આ ભીષણ અથડામણમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે અને 10 લોકો ઘાયલ થયા છે.
કેનેડિયન પોલીસે ટ્વિટર પર જણાવ્યું હતું કે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ યુનિટ કારબેરી શહેર નજીક અકસ્માતના સ્થળે પહોંચ્યું હતું.