પાકિસ્તાનથી ટોચના સૈન્ય અધિકારીને બરતરફ કરવાના સમાચાર આવી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આર્મી ચીફ જનરલ અસીમ મુનીરના આદેશનો અનાદર કરવા બદલ અધિકારીને બરતરફ કરવામાં આવ્યો છે. જો કે આ સમાચારની હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
અત્યારે પાકિસ્તાનમાં સેના અને ઈમરાન ખાન આમને-સામને છે. એક સમયે સેનાની મદદથી સત્તામાં આવેલા ઈમરાન હવે તેના સૌથી મોટા ટીકાકાર બની ગયા છે. પરંતુ સમાચાર છે કે સેનાનો એક વર્ગ ઈમરાન ખાનને સમર્થન આપી રહ્યો છે.
Sources claim that Corps Commander Lahore Lt. Gen Salman Ghani has been sacked for refusing to obey the unlawful commands of the COAS Asim Munir.
Corps Commander's COS, a brigade Commander, and CO of an infantry unit have also been sacked at Lahore.
— Adil Raja (@soldierspeaks) May 12, 2023
પાકિસ્તાની સેનાના નિવૃત્ત મેજર આદિલ રાજાએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “સૂત્રોનો દાવો છે કે લાહોર કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ સલમાન ગનીને આર્મી ચીફ અસીમ મુનીરના ગેરકાયદેસર આદેશોનું પાલન કરવાનો ઇનકાર કરવા બદલ બરતરફ કરવામાં આવ્યા છે.” “કોર્પ્સ કમાન્ડરના COS, એક બ્રિગેડ કમાન્ડર અને લાહોરમાં એક પાયદળ યુનિટના COને પણ બરતરફ કરવામાં આવ્યા છે,” તેમણે દાવો કર્યો. હાલમાં પાકિસ્તાની સેનાએ આ અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.
Reports coming in from the khaki wire that Commander IV Corp Lahore (Lt. Gen. Salman Fayyaz Ghani, 10 FF) has been removed from command. His Chief of Staff has been attached with the Adjutant General's Branch (which means there is an inquiry underway).
— Wajahat S. Khan (@WajSKhan) May 11, 2023
પાકિસ્તાનના પ્રખ્યાત પત્રકાર વજાહત એસ ખાને પણ ટ્વીટ કરીને કહ્યું કે, ‘સમાચાર આવી રહ્યા છે કે કમાન્ડર IV કોર્પ્સ લાહોર (લેફ્ટનન્ટ જનરલ સલમાન ફયાઝ ગની)ને કમાન્ડમાંથી હટાવી દેવામાં આવ્યા છે.’ આદિલ રાજાએ અન્ય એક ટ્વિટમાં કહ્યું કે રાવલપિંડી જનરલ હેડક્વાર્ટરના સૂત્રોનો દાવો છે કે 408 ઈન્ટેલિજન્સ બટાલિયન દ્વારા 100થી વધુ અધિકારીઓ અને તેમની કેટલીક પત્નીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે ઈમરાન ખાનને સમર્થન આપવા બદલ પણ તપાસ થઈ રહી છે.
Sources at GHQ Rawalpindi claim that more than 100 officers and some of their wives have been arrested by 408 intelligence battalion and are being investigated for supporting Imran Khan.
— Adil Raja (@soldierspeaks) May 12, 2023
આ પહેલા સમાચાર આવ્યા હતા કે ઈમરાન ખાનની ધરપકડ પર પાકિસ્તાની સેના બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. સેનામાંથી નિવૃત્ત જનરલ ફૈઝ હમીદનું જૂથ ઈમરાન ખાનના સમર્થનમાં હતું. ફૈઝ હમીદ ઈમરાન ખાનના નજીકના હતા અને તેમની નિમણૂકથી જ ઈમરાન અને સેના વચ્ચે તણાવ શરૂ થયો હતો. ઈમરાન પેશાવર કોર્પ્સ કમાન્ડરના પદ પરથી નિવૃત્ત થયેલા ફૈઝ હમીદને પાકિસ્તાનના આર્મી ચીફ બનાવવા માંગતા હતા, પરંતુ તે પહેલા વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ લાવીને તેમને સત્તામાંથી બહાર કરી દીધા હતા.