ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો અને ક્રિકેટરોના ક્રેઝની વાર્તાઓ માત્ર ભારતના ક્રિકેટરો માટે જ નહીં પરંતુ સરહદ નજીકના દેશોમાં પણ છે. તાજેતરમાં પાકિસ્તાનના લાઈવ શોમાં આશ્ચર્યજનક વાતો વચ્ચેની ચર્ચા જોવા મળી હતી. જ્યાં પાકિસ્તાની ક્રિકેટર ઈમામ-ઉલ-હક મહેમાન તરીકે પહોંચ્યા હતા. પરંતુ ત્યાં શો દરમિયાન કંઈક એવું બન્યું જે ચર્ચાનો ભાગ બની ગયું. આ સુંદર છોકરીએ ખેલાડીને લગ્ન માટે પૂછ્યું જેના પર ક્રિકેટર પહેલા શરમથી લાલ થઈ ગયો અને પછી જવાબ આપ્યો.
26 વર્ષીય પાકિસ્તાન ક્રિકેટ ટીમના બેટ્સમેન ઈમામ-ઉલ-હક જિયો ન્યૂઝના ‘હસના મના હૈ’ નામના શોમાં જોવા મળ્યો હતો. ત્યારે જ દર્શકોની ગેલેરીમાં બેઠેલી એક છોકરી જે શો જોવા માટે આવી હતી તેણે ઇમામ-ઉલ-હકને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને કહ્યું, “શું તમે મારી સાથે લગ્ન કરશો?” જે બાદ ખેલાડીઓ થોડીક સેકન્ડો માટે મૌન રહ્યા અને ત્યારબાદ ઇમામના ચહેરા પર એક મોટું સ્મિત આવી ગયું અને તેણે કહ્યું, “હું આ વિશે શું કહી શકું?” જે પછી છોકરીએ ફરીથી કહ્યું, “પ્લીજ કઈક તો બોલો.
જે બાદ ઇમામ-ઉલ-હકે કહ્યું કે તમારે મારી માતા પાસે જવું પડશે. તે વધુ સારી રીતે જવાબ આપી શકે છે. તેનો જવાબ સાંભળીને છોકરીએ કહ્યું કે ઈમામ “જો તમે હા કહેશો તો હું આ વિશે તેમને વાત કરીશ” ઇમામ-ઉલ-હકે કહ્યું કે તેમનો અત્યારે લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી. અત્યારે તેઓ ઓછામાં ઓછા દોઢ વર્ષ સુધી લગ્ન નહીં કરે. તેનું સંપૂર્ણ ધ્યાન તેની કારકિર્દી પર છે અને તે અત્યારે ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. પહેલા બાબર આઝમ લગ્ન કરશે પછી જ તે આ બધા વિશે વિચારશે.
ઈમામ-ઉલ-હક પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ-ઉલ-હકના ભત્રીજા છે. પાકિસ્તાની ટીમના ડાબા હાથના ઓપનર ઈમામ-ઉલ-હલે 2017માં શ્રીલંકા સામે વન-ડે ઈન્ટરનેશનલ કારકિર્દીની શરૂઆત કરી હતી. ઇમામ-ઉલ-હકે 14 ટેસ્ટ, 49 ODI અને 2 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં ઇમામ-ઉલ-હકના નામે 855 રન છે, જેમાં બે સદી અને ચાર અર્ધસદીનો સમાવેશ થાય છે. વનડેમાં 9 સદી અને 11 અડધી સદીની મદદથી 2321 રન બનાવ્યા છે. જેમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 151 રન છે.