તમે મેળા કે સર્કસમાં લોકોને ક્યારેક દોરડા પર ચાલતાં જાેયા હશે. ઘણી વખત નાના બાળકો પણ બે લાકડીઓ વચ્ચે દોરડું બાંધીને તેને સંતુલિત કરીને ચાલવાનો પ્રયાસ કરે છે. પરંતુ શું તમે ક્યારેય કોઈ વ્યક્તિને હજારો ફૂટની ઉંચાઈ પર આકાશી વીડિયોમાં દોરડા પર ચાલતા જાેયો છે? આજે અમે તમને એક એવો જ વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ જેમાં એક વ્યક્તિ ખૂબ ઊંચાઈ પર દોરડા પર ચાલવાનો પ્રયાસ કરી રહ્યો છે. પોતાના અદભૂત વીડિયો માટે ફેમસ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અર્થ પિક્સે હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે જેમાં એક વ્યક્તિ હજારો ફૂટની ઉંચાઇ પર દોરડા પર ચાલવાનો પ્રયાસ કરી રહ્યો છે.
વીડિયોમાં બે શખ્સો પેરાશૂટ પર લટકતુ દોરડું પકડીને બેઠેલા જાેવા મળી રહ્યા છે. આ દોરડા પર એક વ્યક્તિ પહેલા બેઠેલો દેખાય છે અને પછી અચાનક ઊભો થઈને બેલેન્સ બનાવવા લાગે છે. પરંતુ ત્યાર બાદ એક ખૂબ જ આશ્ચર્યજનક ઘટના બને છે. માણસ થોડી ક્ષણો માટે પોતાને સંતુલિત કરી લે છે, પરંતુ અચાનક તેનું સંતુલન બગડે છે અને તે નીચે પડી જાય છે. જાે કે તેને સંપૂર્ણપણે નીચે પડવાનું બતાવવામાં આવ્યું નથી, પરંતુ તેને આટલી ઊંચાઈએથી નીચે પડતો જાેવાનો આ નજારો ભયાનક છે. પરંતુ ડરવા જેવું કંઈ નથી કારણ કે વ્યક્તિની પીઠ પર પેરાશૂટની બેગ લટકાવેલી જાેવા મળે છે.
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે. તેને ૩૦ મિલિયનથી વધુ લોકોએ જાેયો છે. હવે તમને જણાવીએ કે વીડિયોમાં દેખાતી વ્યક્તિ ખરેખર કોણ છે. વીડિયોમાં જાેવા મળી રહેલા વ્યક્તિનું નામ પાબ્લો સિગ્નોરેટ છે, જે ફ્રાન્સનો રહેવાસી છે. તેના ઈન્સ્ટાગ્રામ પર તમને આવા અત્યંત ડરામણા પરાક્રમો કરતો જાેવા મળશે.
તેણે પોતાના આ કારનામાના આધારે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. વર્ષ ૨૦૧૮માં પાબ્લોએ સૌથી વધુ ઊંચાઇએથી દોરડા પર આંખે પાટા બાંધીને ચાલવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. પાબ્લો બે પર્વતો પરના દોરડા પર આંખે પાટા બાંધીને ચાલતો હતો. દોરડાની ઊંચાઈ ૧,૩૮૭ ફૂટ હતી. ૨૫ મિનિટ સુધી તે એ દોરડા પર ચાલતો રહ્યો.