લોકો ઓછા સંતાનો ઈચ્છે છે. પરંતુ જ્યોર્જિયાની રહેવાસી ક્રિસ્ટીના ઓઝતુર્ક 24 વર્ષની ઉંમરમાં 21 બાળકોની માતા બની ગઈ છે. તેણે પોતાના બાળકોની સંભાળ રાખવા માટે 16 નેની પણ રાખી છે.
આ કારણે ક્રિસ્ટીનાના પતિ દર મહિને ઘણા પૈસા ખર્ચે છે
સમાચાર અનુસાર, ક્રિસ્ટીનાનો પતિ જ્યોર્જિયાનો એક કરોડપતિ છે, જેનું નામ ગેલિપ છે. ગયા વર્ષે માર્ચ અને આ વર્ષના જુલાઈ વચ્ચે, દંપતીએ સરોગેટ્સ દ્વારા માતાપિતા બનવા માટે £142,000 એટલે રૂ. 1,46,78,156 ખર્ચ્યા હતા.
ક્રિસ્ટીના મૂળ રશિયાની છે. 16 આયા પર દર વર્ષે 96,000 ડોલર એટલે કે 72,08,265 રૂપિયા ખર્ચવામાં આવે છે. નેનીનું કામ 24 કલાક બાળકોની સંભાળ રાખવાનું છે. ક્રિસ્ટીનાના પતિને તેના પહેલા લગ્નથી બે બાળકો છે. આ રીતે, આ પરિવાર 23 બાળકો સાથે એક છત નીચે રહે છે.
Oyo રૂમમાં છોકરીઓ હનુમાનજીની આરતી કરવા તો નથી જ જતી…. મહિલા આયોગના ચેરપર્સનનું વિવાદાસ્પદ નિવેદન
ક્રિસ્ટીના કહે છે કે હું દરેક સમયે બાળકો સાથે હોઉં છું અને તે બધું જ કરું છું જે અન્ય માતાઓ કરે છે. ક્રિસ્ટીના પોતાના રોજીંદા જીવન સાથે જોડાયેલી માહિતી પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે.